તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતોનાં ટોળાએ અર્ધનગ્ન હાલતમાં વંથલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(નાવડા ગામે સાથણીની જમીન મુદે દલિતોનું હલ્લાબોલ)
 
વંથલી: વંથલીનાં નાવડા ગામે સાથણીની જમીનમાંથી બાવળો કાપવા મુદે દલિતોએ હોબાળો મચાવ્યો હતો અને તેમને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. બાદ નાવડા ગામનાં દલિતો આ મુદે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે ઢિલીનિતી કરતી હોય દલિતોમાં રોષ ફેલાયો હતો અને પોલીસ સ્ટેશનમાં અર્ધનગ્ન હાલતમાં બેસી ગયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. 
 
18 શખ્સો સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી
 
દલિતોએ આક્ષેપ કર્યો હતો કે તાલુકા ભાજપ મહામંત્રી સહીત 18 શખ્સો સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. અને આ મુદે હોબાળો મચાવ્યો હતો જો કે મોડી રાત્રી સુધી આ બબાલ ચાલી હતી અને પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
 
પાયાવિહોણી વાત છે
 
વંથલી તાલુકાનાં ભાજપ મહામંત્રી પ્રવિણભાઇ સાંગાણીએ જણાવ્યું હતું કે કોર્ટની સુચનાથી આજે સરકારી વકીલ, મામલતદાર, સરપંચ સહીત પંચનામુ કરવા માટે ગયા હતા. માર મારવાની વાત ખોટી છે અને પાયાવિહોણી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો