તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સોમનાથ મહાદેવને તિરંગા પુષ્પોનો શણગાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળઃ સોમનાથ મહાદેવના સાંનિધ્યે આવતીકાલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્વાતંત્રય દિને મહાદેવને તિરંગા પુષ્પોનો અદભુત શૃંગાર કરવામાં આવનાર છે અને પાલખીયાત્રા નિકળશે. તેમજ 70માં સ્વાતંત્રય પર્વ નિમીતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન સરદાર વંદના સાથે કરવામાં આવનાર છે.
ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલનાં હસ્તે ધ્વજવંદન, સરદાર વંદના યોજાશે
સોમનાથ સાંનિધ્યે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલનાર છે. દિવસભર ધાર્મિક કાર્યક્રમો સાથે સાંજે 5 થી રાત્રીનાં 9 સુધી દાદાને તિરંગા પુષ્પોનો અદભુત શૃંગાર થશે. પૂર્વ સંધ્યાએ યાત્રાધામમાં રવિવાર થી જ ભાવિકોનો પ્રવાહ ઉમટવાનો શરૂ થયેલ હોય મોટી સંખ્યામાં મોડીરાતથી જ ભાવિકો કતારબંધ લાઇનમાં મંદિર બહાર ઉભા રહી હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયના નાદ ગુંજાવી પરીસરને શિવમય બનાવી રહયા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો