તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનાઃ તોફાની તત્વોએ સુત્રોચ્ચાર કરતાં ત્રણ ગામનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાઃ છેલ્લા કેટલાય સમયથી બહુચર્ચત ઉના પાસેનાં સમઢીયાળા ગામની ઘટનામાં થોડા દીવસોથી શાંતી જોવા મળી રહી હતી. દરમિયાન આજે નાંદરખ, નેસડા અને સામતેર ગામનાં લોકો અને દલિત સમાજ સામ-સામે આવી જતાં મોડી સાંજે મામલો બિચક્યો હતો. ઉનાથી બાઇક રેલી સાથે દલિત સમાજનાં લોકો સમઢીયાળા જવા નિકળા હતી. એ વખતે સામતેરનાં ગ્રામજનોનાં આક્ષેપ મુજબ રેલીમાંથી કેટલાક તોફાની તત્વોએ હાકલા, પડકારા પાડ્યા હતા અને સુત્રોચ્ચાર કરતાં થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું. જેને પગલે ત્રણેય ગામનાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને રસ્તો જામ કરી દીધો હતો. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ છે.
નાંદરખ, સામતેર, નેસડાનાં લોકોમાં આક્રોશ : SRP, પોલીસનાં ધાડા ઉતર્યા

જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજનાં સમયે દલિત સમાજનાં લોકોએ ઉનાથી સમઢીયાળા સુધી બાઇક રેલી કાઢી હતી. આ રેલી સામતેર ગામ પાસેથી પસાર થઇ તે વખતે કેટલાક તોફાની તત્વોએ હો હા મચાવી સુત્રો પોકાર્યો હોવાનું સામતેર ગામનાં લોકોએ જણાવ્યું હતું. જેને પગલે ગ્રામજનો વિફર્યા હતા અને રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાની થોડી જ ક્ષણોમાં નાંદરખ અને નેસડા ગામનાં લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ ગામનાં લોકો પણ રોડ પર ઉતરી આવ્યા હતા.
અમૂક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો
એટલું જ નહીં મહિલાઓ પણ ભારે આક્રોષ સાથે રોડ પર બેસી જતાં રોડ જામ થઇ ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે, એસપી તેમજ ડીવાયએસપી પટેલ, ડીઆઇ વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. અમૂક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હોવાનું અને જેને પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હોવાનું પણ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ગામનાં લોકોએ ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હોવાનું જાણવા મળ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો