તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથ પાસેથી 1 લાખની જાલી નોટો ઝડપાઇ, રાજકોટનાં ત્રણ શખ્સો ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દેશનાં અર્થતંત્રને ડામાડોળ કરતાં નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વેરાવળ: વેરાવળનાં સોમનાથ સાનિધ્યે સદભાવના ગ્રાઉન્ડ પાસેથી શુક્રવારે એસઓજીએ રાજકોટનાં ત્રણ શખ્સોને 1 લાખની જાલીનોટો સાથે ઝડપી લેતા સનસની મચી ગઇ છે. પોલીસે કાર, મોબાઇલ, રોકડ સહિત કુલ રૂા.4.67 લાખનો મુદામાલ કબજે કરી આ નોટો કયાંથી આવી અને કોને આપવાની હતી ω એ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગીર-સોમનાથ જિલ્લા એસઓજીને બાતમી મળી હતી કે સફેદકારમાં ત્રણ શખ્સો સોમનાથ આસપાસ જાલીનોટો વટાવવાનાં ઇરાદે આવ્યાં છે. જે બાતમીનાં પગલે પીએસઆઇ આર.એમ.ચૌહાણે પરસોતમભાઇ પટેલ, એસ.જે.રાઠોડ, ચીમનભાઇ, નરવરસિંહ, ગોવીંદભાઇ વંશ, વિજયભાઇ આહીર સહિતનાં સ્ટાફને સાથે રાખી શુક્રવારનાં બપોરનાં અરસામાં સોમનાથ સાનિધ્યે સદભાવના ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી ચેકિંગ હાથ ધરતાં કાર નં.જીજે-03- એફકે- 7721 શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળતાં કારમાં બેસેલા ચાલક કુંભાર ટીકુ ઉર્ફે સંજય ભીખા પરમાર (ઉ.વ.35, રહે.રૂડા- 2 સોસાયટી પાસે, કાલાવડ રોડ રાજકોટ), આહિર ઉદય દેસુર જલુ (ઉ.વ.32, રહે.દેવપરા, કોઠારીયા રોડ રાજકોટ), પટેલ મહેશ શંભુ હાપલીયા (ઉ.વ.35, રહે.માધવપાર્ક શેરી, યુનિવર્સિટી રોડ રાજકોટ)ની તલાસી લેતા 1 હજારનાં દરની 101 જાલી નોટો મળી આવતાં ચોંકી ગયા હતાં.

પોલીસે કાર, રોકડ 14190, મોબાઇલ – 4 સહિત કુલ રૂા.4,67,000 હજારનો મુદામાલ કબજે કરી ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દેશનાં અર્થતંત્રને ડામાડોળ કરતાં આ નેટવર્ક સુધી પહોંચવા આ જાલી નોટો કયાંથી આવી, અહિં કોને આપવાની હતી એ સહિતની વિગતો ઓકાવવા સઘન પુછપરછ શરૂ કરી છે. હાલ પોલીસ આ મુદ્દે ઉંડી તપાસ કરી રહી છે.

એફએસએલ, બેંકની તપાસમાં નકલી નિકળી

ઉદય પાસેથી 1 હજારનાં દરની 100 ચલણી નોટોનાં સીરીઝ નંબરમાં 98નાં નંબર 5ઇ.એ.એ.5939, 2 નાં નંબર 1સી.ડી.એન.એન.5636 અને મહેશ પાસે મળેલ 1 નોટનાં સીરીઝ નંબર 5ઇ.એએ.5939 જોવા મળેલ. આ ચલણી નોટોની એફએસએલ અધિકારી ચાંદ તથા બેંક કર્મચારી આર.વી.વાજા પાસે ચકાસણી કરાવતાં રૂા.1,01,000ની કિંમતની ચલણી નોટો જાલી હોવાનું ખુલવા પામ્યું હતું. જો કે, ઘટનાને લઈ હાલ પોલીસ દોડતી થઈ ગઈ છે અને જાલી નોટ પ્રકરણને લઈ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...