તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર મહાનગર પાલિકાની ઘોર બેદરકારી: લાખોટા તળાવમાં હજારો માછલાનાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગર મહાનગર પાલિકાની ઘોર બેદરકારીનું વધુ એક વરવું સ્વરૂપ પ્રકાશમાં આવ્યું હતું. શહેરના શાનસમાં લાખોટા તળાવમાં એક સાથે હજારો માછલાના મોત નિપજતાં તંત્રવાહકોમાં દોડધામ મચી ગઇ હતી. વરસાદી પાણીની સાથે કેમિકલ કે એસિડ યુક્ત પાણી તળાવમાં આવી જતાં માછલાના મોત નિપજ્યાની શંકા સેવાઇ રહી છે, જોકે હજારો માછલાના મોતનું કારણ હજુ સુધી મનપાના સતાધિશો હજુ સુધી જાણી શક્યા નહોતા. 

જામનગરવાસીઓ લાખોટા તળાવે ફરવા માટે આવે છે. તળાવની સુંદરતા અને સ્વચ્છતા જાળવવામાં તંત્ર નિષ્ફળ ગયાની અગાઉ અનેક ફરિયાદો ઉઠી હતી પરંતુ તંત્રવાહકોના બહેરા કાને લોકોની આ વેદના સંભળાઇ નથી, ત્યાં તળાવમાંથી માથું ફાડી નાખે તેવી દૂર્ગંધ આવતી હોવાની કોઇ જાગૃત નાગરિકે બે દિવસ પૂર્વે જાણ કરતાં ફાયર બ્રિગેડ સ્ટાફ તળાવે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરતાં હજારો માછલા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ રવિવારથી મૃત માછલા શોધી રહી છે અને આ કામગીરી સોમવાર મોડી સાંજ સુધી ચાલી હતી. હજારો મૃત માછલા મળ્યાનું વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું હતું. 

બે દિવસથી સાફસાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે: ચીફ ફાયર ઓફિસર
ચિફ ફાયર ઓફિસર બિશ્નોયે જણાવ્યું હતું કે, કોઇ જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ફાયર બ્રિગેડ દ્વારા બે દિવસથી તળાવની સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના 10 જવાનો બોટ સાથે બે દિવસથી તળાવના પાણી ખૂંદી રહ્યા છે અને તળાવનો કચરો તેમજ મૃત માછલા એકઠા કરી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
 
વધું માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...