તાલાલાનાં માધુપુરમાં સિંહ અને સિંહણે કર્યો પશુઓનો શિકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાઃ તાલાલાનાં માધુપુર ગામને છેલ્લા ચાર દિવસથી એક સિંહ અને સિંહ-સિંહણની જોડીએ રહેઠાણ બનાવી દીધુ હોય તેમ ગામની બજારોમાં આવી રખડતા ઢોરનાં શિકાર કરવા લાગતા ભયની લાગણી પ્રસરી છે.
બળદ, વાછરડી અને ભુંડનું મારણ કર્યું, મારણને અધુરા છોડી ભાગી ગયા
માધુપુર(ગીર)માં છેલ્લા ત્રણ દિવસથી દરરોજ સિંહ-સિંહણ ગામમાં આવવા લાગ્યા છે. ગુરૂવારે રાત્રે ગામની મુખ્ય બજારમાં આવેલ સિંહોએ કાળુભાઇ કરીયાણાવાળાની દુકાન પાસે એક બળદ ઉપર હુમલો કરી મારી નાખેલ બળદનું મારણ થોડું ખાધુ ત્યાં લતાવાસી જાગી જતાં સિંહો ચાલ્યા ગયેલ. ગામમાંથી રોડ ઉપર આવેલા સિંહોએ પ્રાંચીરોડ ઉપર બેન્કની સામે બેસેલ એક વાછરડી અને એક ભુંડનો શિકાર કરેલ સવારે વનકર્મીઓએ સિંહોએ અધુરા છોડેલ મારણને ગામ બહાર ખસેડ્યા હતા. નિર્દોષ માનવીનો ભોગ લે તે પહેલા સિંહોને જંગલ તરફ ખદેડવા ગામનાં યુવા અગ્રણી સંદિપ સુચકે માંગ કરી છે.
અન્ય સમાચારો પણ છે...