તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુત્રાપાડા પંથકનાં ઉંબરીમાં જમીન કૌભાંડમાં તલાટી સહિત ત્રણ ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળઃ વેરાવળનાં ડાભોર રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર પાસે સિધ્ધાર્થ સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ દેવેન્દ્રપ્રસાદ મહાદેવપ્રસાદ જોષી(ઉ.વ.61) એ 16 વર્ષ પહેલા સુત્રાપાડા તાલુકાનાં ઉંબરી ગામે આવેલ સર્વે નં.401માં એકર 4-12 ગુઠા ખેતીની જમીન ઉંબરી ગામનાં ખેડુત લખમણભાઇ અરજણભાઇ છાત્રોડીયાની સાથે સંયુકત નામે દસ્તાવેજ કરી વેંચાણથી ખેતીની જમીન લીધેલ હતી.
એસપીની સુચનાથી એલસીબીએ સંડોવાયેલા એક આગેવાનની કરી અટક

આ જમીન અંગે વૃધ્ધાએ થોડા સમય અગાઉ રેવન્યુ રેકર્ડમાં તપાસ કરતા આ જમીનમાંથી દેવેન્દ્રપ્રસાદ જોષીનું નામ ન હોવાની જાણવા મળેલ અને હક્કપત્રક ગામ નમુના નં.6ની નોંધ તપાસ પાસેથી કઢાવતા ઉંબરી ગામનાં હક્કપત્રક તથા જમીનનાં ખેડખાતામાં નામ પંચ રોજકામ અને 135-ડીની નોટીસમાં ફરિયાદી દેવેન્દ્રપ્રસાદ જોષીની બોગસ અને બનાવટી સહિ કરેલ હતી જેથી આ જમીનનાં પ્રશ્ને તે સમયે ઉંબરી ગામનાં ખેડુત લખમણભાઇ છાત્રોડીયાનો સંપર્ક કરતા તેમનાં દ્વારા જણાવેલ કે તમારૂ નામ તો ઘણા વર્ષો પહેલા કમી કરાવી નાંખેલ છે અને હવે આ જમીનમાં તમારે કાઇ લાગ-ભાગ કે હક્ક હિસ્સો નથી અને આ જમીનનાં હિસ્સા માટે કયારેય આવતા નહિં અને આવશો તો સારાવટ નહિ રહે તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ વૃધ્ધ દેવેન્દ્રપ્રસાદ જોષીએ સુત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉંબરી ગામનાં લખમણભાઇ અરજણભાઇ છાત્રોડીયા (ઉ.વ.60) તથા જે તે સમયનાં ઉંબરી ગ્રામપંચાયતનાં તલાટી મંત્રી સામે 4 નવેમ્બર 15નાં રોજ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ દરમિયાન રેકર્ડ અને પુરાવાની તપાસમાં આ જમીન કૌભાંડમાં સાક્ષી તરીકે રહેલ જગમાલ જાદવ વાઢેર અને હિતેન્દ્ર ઉર્ફે ભુપતભાઇ જોષી નામના બે શખ્સોની સંડોવણી બહાર આવતા તેઓનાં નામ પણ આરોપી તરીકે ફરિયાદમાં જોડવામાં આવેલ હતા. હાલ એલસીબી તપાસમાં જોડાઈ છે.

કોર્ટમાં રજુ કર્યા, ત્રણ દિવસનાં રીમાન્ડ પર

એસપી ચૌધરીની સુચનાથી એલસીબીનાં સ્ટાફે ઉંબરી ગામેથી આરોપી લક્ષ્મણ અરજન છાત્રોડીયાની અટક કરી સુત્રાપાડા પોલીસને સોંપતા સોમવારે કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસનાં રીમાંડ મેળવી પીએસઆઇ રમેશ જાદવે પુછપરછ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...