તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરવાડ:'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાએ ઝુંડ ભવાનીનાં દર્શન કર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોરવાડ/સોમનાથ: ચોરવાડ નજીક આવેલા ઝુંડ ભવાની માતાજીનાં મંદિરે મુંબઇનાં સંગીતાબેન પારેખ અને પરિવારનાં  સભ્યો લગ્નની માનતા કરવા અને નેવૈદ્ય ધરવા આવ્યા હતાં. તેમની સાથે જાણીતી ટીવી સીરીયલ  તારક મહેતાકા ઉલ્ટા ચશ્માનાં નિર્માતા આસીત મોદીએ પણ ખાસ હાજરી આપી માતાજીને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આ તકે તેઓ ચોરવાડ અને માતાજીનાં મંદિરનાં નૈર્સગીક વાતાવરણને નિહાળી અભિભુત થયાં હતાં.
 
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આસીતભાઇ સન્માન કરવામાં આવ્યું
 
સોમનાથ મંદિર ખાતે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના ડિરેક્ટર આસીતભાઇ મોદી આવેલ. આસીતભાઇએ સોમનાથ મહાદેવની પ્રાતઃમહાપૂજા તથા પ્રાતઃઆરતી કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.  સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનુ સન્માન કરવામાં આવેલ હતું. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો