શાળા પ્રવેશોત્સવનો બોજ આંગણવાડી ઉપર: સંચાલક બહેનોમાં ભારે કચવાટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં હાલ શાળા પ્રવેશોત્સવની સીઝન ખીલી છે. જૂનાગઢનાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશોત્સવ પૂર્ણ થઇ ગયા છે. આવતીકાલે સીટી વિસ્તારમાં પણ પૂર્ણ થઇ જશે. કરે કોઇ અને ભરે કોઇ તેવો ઘાટ શાળા પ્રવેશોત્સવ દરમિયાન જોવા મળ્યો છે. આનંદીબેન પટેલ મુખ્ય મંત્રી બન્યા આંગણાવાડીએ ફળની ટોપલી આપવાનો નિર્ણય કર્યો છે. હાલ શાળા પ્રવેશોત્સવ વખતે અધિકારીઓ દ્વારા આંગણવાડીનાં બહેનોને ફળની ટોપલી આપવમાં આવી રહી છે.પરંતુ ખરેખરી ફળની ટોપલી કોને બનાવી. અને કોને ફળ લઇ આપવા તેન અંગે કોઇ સ્પષ્ટતા ન થતા આંગણવાડી વાળા પીસાઇ રહ્યા છે.

જે શાળામાં પ્રવેશોત્સવ હોય તે શાળાની આસપાસની આંગણવાડીનાં બહેનો ફળની ટોપલી લઇને પહોચી જાય છે.બાદ તે જ ફળની ટોપલી અધિકારીઓનાં હસ્તે ફરી આંગણવાડીનાં બહેનોને આપવામાં આવી રહી છે. આંગણવાડીનાં બહેનોને તેનો ખર્ચ આપવામાં આવ તો ન હોય કચવાટ ફેલાયો છે.

આંગણવાડી વાળા બહેનોએ બનાવવાની હોય છે
શાળા પ્રવેશોત્સવમાં આંગણાવાડી વાળા બહેનોને અધિકારીઓ દ્વારા જે કીટ અને ફળ આપવામાં આવે છે. તે આંગણવાડી વાળા બહેનોએ જ બનાવીને આપવાની હોય છે. - રાહુલભાઇ પાનસુરિયા, સીટી બીઆરસી
દાતા,સ્કુલનાં સંચાલકોએ આપવાની હોય છે
પ્રવેશોત્સવમાં ફળ અને કીટ આપવાની હોય તે દાતા , સ્કુલનાં સંચાલકો તરફથી હોય છે.આંગણવાડી વિભાગ તરફથી બાળકોને ઉપમાનાં પેકેટ, સુખડીનાં પેકેટ સહિતની વસ્તુ આપવાની હોય છે. - જશુબેન ચાવડા, આઇસીડીસી,પ્રોગ્રામ ઓફીસર
ખામધ્રોળ પ્રા.શાળાનું ભવન જર્જરીત

ખામધ્રોળ પ્રાથમિક શાળાનાં પ્રવેશોત્સવમાં સાસણનાં ડીસીએફ રામરતન નાલા ગયા હતા અને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ તકે શાળાનાં આચાર્ય રેણુકા દક્ષાબેનએ શાળાનું મકાન જર્જરીત હોય તે અંગે જાણ કરી હતી. જોકે ખામધ્રોળ પ્રા.શાળાનાં શિક્ષકોની મહેનતનાં કારણે 25 બાળકો ખાનગી શાળા છોડી સરકારીમાં પ્રવેશ કર્યો હતો.
જોષીપરા પે સેન્ટરમાં પાણી નહી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

જૂનાગઢ શહેરનાં જોષીપરા પે સેન્ટરમાં આજે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પરંતુ શાળામાં પીવાનું પાણી ન હતુ.પરિણામે બાળકો બહાર કોર્પોરેશનનાં ટાંકાએ પાણી પેવા માટે જવુ પડ્યુ હતુ.શાળા પ્રવેશોત્સવનાં આગલા દિવસે પાણી આપવાની વાત થઇ હતી.

ફળનાં રૂપિયા આપવામાં આવતા નથી

આંગવાડીનાં બહેનો દ્વારા ફળની ખરીદી કરી તેની ટોપલી બનાવવામાં આવે છે.એક ફળની ટોપલી રૂપિયા 60 થી 100માં પડી રહી છે.જેનો ખર્ચ આંગણવાડીનાં બહેનોએ જ કરવાનો રહે છે.
અન્ય સમાચારો પણ છે...