તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલાલાનાં સાંગોદ્રા ગામે વનવિભાગે રૂપિયા પાંચ કરોડની જમીન ખુલ્લી કરાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાઃ તાલાલા વનવિભાગની રેન્જ હેઠળના હરીપુર રાઉન્ડમાં સાંગોદ્રા ગામે આવેલ પ્રોટેકટ ફેરફાર જમીન સર્વેનં. 57માં 30 વર્ષે પુર્વે થયેલ પેશકદમી આપ વનવિભાગે દુર કરી પાંચ કરોડની જમીન પરત મેળવી હતી. પેશકદમી દુર કરવાનાં જોગ અભિયાનમાં વનવિભાગની નવ રેન્જ ના સ્વીકારી સહિત મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો.
- 20વર્ષથી કોર્ટમાં ચાલતી લડતનો અંત : નવ રેન્જનાં અધિકારીઓએ પેશકદમી દૂર કરી

સાંગોદ્રા ગામની સર્વેનં-57ની જમીન પ્રોટેકટ ફેરફાર જમીન હેઠળ 30 વર્ષ પુર્વે નાનજીભાઇ જીવાભાઇ રાજગોરએ જમીનની પેશકદમી કરેલ બાદ જમીનમાં કુલ મુખત્યાર તરીકે આહિર હરદાસ ભોજા ચાંડેરા રહે.પીપળવા વાળા પાસેથી જમીનના કબજો પરત મેળવવા વેરાવળ કોર્ટમાં છેલ્લા 20 વર્ષથી કેસ ચાલતો હતો. જે કેસમાં ગત 29 ફેબ્રુઆરીએ કોર્ટે એ વનવિભાગે પેશકદમી દુર કરવા ગીર પશ્ચિમ વનવિભાગની નવ રેન્જોનાં આર.એફ.ઓ ઉપરાંત તાલાલા રેન્જના વનકર્મીઓ 30 થી વધુ મજુરો, વન્ય પ્રાણી મિત્રો સહિતની ટીમ બનાવવામાં આવેલ.

ત્રણ જેસીબી, પાંચ ટ્રેકટરો સહિતનાં સાધનો વડે ગત ચાર માર્ચ થી પેશકદમી દુર કરવાનું શરૂ થયેલ 30 વિઘા જમીનમાં વાવેતર કરવામાં આવેલ જાર, ચારા સહિતનાં પાકનો સફાયો બોલાવી વનવિભાગે કબજો પરત મેળવેલ. વનવિભાગનાં આ ડીમોલેશન થી પેશકદમીકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.વિજ વિભાગે જમીનમાં ટાઇટલ કલીયર ની ચકાસણી કર્યા વિના કનેકશન આપી દીધુ. આ વાત આશ્ચર્યજનક છે.
અન્ય સમાચારો પણ છે...