તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમઢીયાળા ગામે દલિતોને ઢોર માર માર્યાની ઘટના, પ્રતિનિધી મંડળ CMને મળ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના: સમગ્ર દેશને હચમચાવી રહેલા ઉના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે બનેલ દલિત પરિવાર મૃતક ગાયનું ચામડું ઉતારી રહેલ તે વખતે ગૌરક્ષક અને શીવસેના નામના પાટીયા મારી ફરતા કહેવાતા ગુંડાઓ દ્વારા આ દલિત પરિવારનાં પાંચ સભ્યોને ઢોર મારમારી ગાડી સાથે બાંધી તેને ફેરવવામાં આવ્યાની ઘટના સર્જાયા બાદ સમગ્ર દેશમાં આ મુદાએ ભારે ગરમી પકડી છે અને દેશનાં આયોગપંચથી માંડી તમામ અનુસુચિત દલિત સમાજનાં સામાજીક ન્યાય સંગઠનો અને સરકારમાં બેઠેલા પ્રતિનિધીઓનાં કાફલા દોડતા થયા છે ત્યારે આ ઘટનાને લઇને ઉના દલિત હિત રક્ષણ સમિતિનું એક પ્રતિનીધી મંડળ આજે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમન સામાજીક ન્યાય મંત્રાલયનાં મંત્રી મણભાઇ વોરાને મળેલ હતુ અને સમગ્ર ઘટનાની સીલસીલાબંધ રજુઆત કરાતા આ અંગે મામલાને શાંત કરવા સરકાર તુરંત જાગી ઉઠી છે.

સમઢીયાળા ગામની સમગ્ર ઘટના અંગેની રજુઆત

ઉના દલિત હિત રક્ષણ સમિતીનાં અગ્રણી પ્રવિણભાઇ અમરકા તેમજ ભાયદાસભાઇ વાળા, પુનમચંદભાઇ ઝાલા, રાજુભાઇ સરવૈયા, માવજીભાઇ વાઢેર, કાનજીભાઇ સાંખર, બધાભાઇ વિંઝુડા, જશાભાઇ વિંઝુડા, બીજલભાઇ પરમાર, વિનુભાઇ ચૌહાણ સહિત અગ્રણીનું પ્રતિનિધી મંડળએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ રાજયનાં કેબીનેટ મંત્રી રમણભાઇ વોરા સાથે બેઠક કરી હતી. અને ઉના તાલુકાનાં સમઢીયાળા ગામની સમગ્ર ઘટના અંગેની રજુઆત કરી હતી.

CM દ્વારા આ ઘટનાની સંપુર્ણ તપાસ સ્ટેટ ક્રાઇમ બ્રાંચને સોંપવાનો નિર્ણય

આ અંગે દલિત હિત રક્ષણ સમિતિનાં અગ્રણી માવજીભાઇ વાઢેરએ પત્રકારો સાથે ગાંધીનગરથી વાત કરતા જણાવેલ કે મુખ્યમંત્રી દ્વારા આ તમામ ઘટનાની સંપુર્ણ તપાસ સ્ટેટ ક્રાઇમ બ્રાંચને સોંપવા નિર્ણય કરાયો છે. અને તેનાં અધિકારીની નિમણુંક રાજય સરકાર કરશે આ ઉપરાંત જુડીશીયલ ઇન્કવાયરી પણ કરવા અને 60 દિવસમાં તમામ ગુન્હેગારો સામે ચાર્જશીટ દાખલ કરવા તેમજ તમામ ઇજાગ્રસ્ત દર્દીનો ખર્ચ રાજય સરકાર ઉઠાવવા અને આ ઘટનામાં સંડોવાયેલા જે પણ શખ્સો છે તેને તાકીદે પકડવા પણ ખાત્રી આપી. આ ઉપરાંત કડક અમલદારની તાકીદે નિમણૂંક કરવા પણ દલિત હિત રક્ષણ સમિતી દ્વારા મંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો, વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડયા...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો