તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયાનાં ભંડુરી પાસે અકસ્માતમાં દંપતી ખંડિત, મહિલાનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાઃ માળિયાનાં ભંડુરી પાસે કારે બાઇકને હડફેટે લઇ લેતા દંપતી ખંડિત થયું હતું. આ અકસ્માતમાં પત્નીનું મોત થયેલ અને પતિને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયાં હતાં.

માળિયાહાટીનામાં ડીસ કેબલનો વ્યવસાય કરતાં અને કિસાનપરામાં રહેતા પટેલ પ્રૌઢ કેશુભાઇ વશરામભાઇ કરડાણી (ઉ.વ.58) અને તેમના પત્ની કંચનબેન (ઉ.વ.52) રવિવારે સવારે બાઇક પર ભંડુરી ગામે તેમનાં સગાને ત્યાં રાંદલમાતાજીનાં લોટાનાં પ્રસંગમાં જઇ રહયાં હતાં ત્યારે ભંડુરી પાસે પાછળથી કારે બાઇકને હડફેટે લઇ લેતા દંપતીને ગંભીર ઇજા પહોંચેલ અને સારવાર મળે એ પૂર્વે જ માર્ગમાં જ કંચનબેનનું મોત થયું હતું. જયારે કેશુભાઇને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયાં હતાં. કારનો ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ બનાવથી પટેલ સમાજમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો