તાલાલાઃ વનરાજોનાં વેકેશન પૂર્વે રવીન્દ્ર જાડેજાનું સપરિવાર સિંહ દર્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: ટીમ ઇન્ડિયાનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બુધવારે પરિવાર સાથે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. આ સમયે તેણે ગાડીમાંથી નીચે ઉતરીને સિંહ બ્રેકગ્રાઉન્ડમાં હોય એવી રીતે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. જેને પગલે વનવિભાગે તપાસનો આદેશ આપ્યો છે.
તસવીર સોશિયલ મીડિયામાં થઈ હતી વાયરલ
રવિન્દ્ર જાડેજા બુધવારે પરીવાર સાથે સાસણ ગીરની મુલાકાતે આવ્યો હતો. સિંહ દર્શન વખતે એક સ્થળે તેણે ગાડીમાંથી નીચે ઉતરીને ફોટો પણ પડાવ્યો હતો. રવિન્દ્રએ પોતાની પત્ની રીવાબા સાથે પણ તસવીર પડાવી હતી. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પગલે વનવિભાગે રવિન્દ્ર જાડેજા સામે તપાસનો આદેશ પણ આપ્યો છે.
આ અંગે સાસણનાં ડીએફઓ રામ રતન નાલાએ જણાવ્યું હતું કે, સિંહ સાથે ફોટો લેવા માટે ગાડીમાંથી નીચે ઉતરવું એ ગુનો છે. જો ગાડીમાં બેઠાં બેઠાં ફોટો લીધો હોય તો એ ગુનો નથી. પણ ગાડીમાંથી નીચે ઉતરવું એ ગુનો છે. આવા સમયે સિંહ હુમલો પણ કરી શકે છે.

ખાસ ક્વોટામાંથી મળી હતી પરમિટ

સિંહ દર્શન માટે ઓનલાઇન પરમિટ હોય છે. જે પહેલાંથી કઢાવવી પડે છે. જોકે, રવીન્દ્ર જાડેજાએ ઓનલાઇન પરમિટ કઢાવી ન હોઇ તેને ડીએફઓએ 20 ટકાનાં ખાસ ક્વોટામાંથી પરમિટ આપી હતી.
રવિન્દ્ર જાડેજાનાં પરિવાર સાથેનાં સિંહદર્શન અંગેની વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં
અન્ય સમાચારો પણ છે...