તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના આ ખેડૂતનો પરિવાર છે રાજકારણમાં સક્રીય, અનોખી ખેતી કરી કમાયા લાખો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: દિવસે-દિવસે લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે. રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે પણ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે તેમ છતાં તે હજુ પણ ખેડૂત છે. 
  રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી
 

રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ પોતાની 40 વીઘા જમીનમાં અનોખું વાવેતર કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે સામે આવ્યા છે. અહીં તડબૂચ, સરઘવો, ગુંદા, ટામેટા, લીંબુ, ચીકુ સહીતની ખેતીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અહીં ખેતીની તમામ સામગ્રી, વર્ષો પહેલાના સાધનો પણ પીઠાભાઇ પાસે છે. તેમણે ખેડૂત તરીકેના પરંપરાગત કપડાં પણ હજુ રાખ્યા છે. તેમના પત્ની અને પીઠાભાઇ પોતે આ ખેતીમાં સતત મેહનત કરે છે. 


સરઘવો, તડબૂચ અને ગુંદા સહીતની ખેતીમાં વાવેતર
 

દરરોજ બપોર બાદ સાંજના સમયે તેમની ખેતી જોવા માટે બહાર ગામથી ખેડૂતો અહીં આવે છે અને નવાઈની વાત તો એ છે કે આ પ્રથમ ખેતી અને જમીન એવી છે ચોખી કોઈ પણ પ્રકારનો કચરો આ ખેતી આસપાસ જોવા મળતો નથી. ખેડૂત પીઠાભાઇ નકુમ અને તેમનો પરિવાર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. અહીં પોતે અવાર-નવાર ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. કેવા પ્રકારની ખેતી હોવી જોઈએ, કેવા પ્રકારનું ઉત્પાદન કરવાથી ખેડૂતોને ફાયદો થઇ શકે સહીતની શિબિરો પણ અહીં તેમની વાડીમાં અવાર-નવાર જોવા મળે છે.
 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ગૌમુખ, છાણીયા ખાતર વપરાશથી વધુ ઉત્પાદન, પાણી-ખાતર-દવાનો બિલકુલ ખર્ચ થતો નથી, મને આ ખેતી કરવાથી ખુબ મોટો ફાયદો થયો
 
 




અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો