તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંથલી પંથકમાં અડધો ઇંચ, જૂનાગઢ શહેરમાં ઝાપટાં પડ્યા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં ચોમાસુ બેસી ગયું છે. છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.  જૂનાગઢમાં શુક્રવારે સારો વરસાદ પડ્યો હતો. રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.  વરસાદનાં કારણે વાતાવરમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શુક્રવાર બાદ શનિવારે પણ જૂનાગઢમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ પડવાનું શરૂ થયું હતું. 15 મિનીટ વરસાદ ચાલુ રહ્યો હતો. સવારે સારો વરસાદ પડતા રસ્તા પર પાણી દોડવા લાગ્યા હતાં. તેમજ રસ્તાની બાજુમાં ખાબોચ્યા ભરાઇ ગયા હતાં.
 
સાર્વજનિક પ્લોટમાં પણ પાણી ભરેલા રહ્યાં હતાં. જૂનાગઢમાં હજુ વરસાદ થવાની સંભાવનાં છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાનાં વંથલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે કેશોદ, માળિયા, માણાવદર, ભેંસાણ સહિતનાં પંથકમાં વરસાદી ઝાપટા પડ્યાં હતાં. જૂનાગઢમાં 3 મીમી, કેશોદમાં 9 મીમી, માળિયામાં 9 મીમી, માણાવદરમાં 8 મીમી અને વંથલીમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. હજુ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યાં છે.
 
ચોમાસામાં ખુલ્લા ગટરનાં ઢાંકણા જોખમી

જૂનાગઢમાં અનેક વિસ્તારમાં ગટરનાં ઢાંકણા રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે.  પરિણામે અનેક વિસ્તારમાં ગટરનાં ઢાંકણા ખુલ્લા પડ્યાં છે. ચોમાસામાં  આ ખુલ્લા ગટરનાં ઢાંકણા વાહન ચાલકો માટે જોખમી બન્યાં છે.
અન્ય સમાચારો પણ છે...