તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથમાં રાહુલે બિન-હિન્દુ તરીકે કરી નોંધ? રાહુલની સહી નથીઃ કોંગ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધીએ સોમનાથમાં કર્યા દર્શન - Divya Bhaskar
રાહુલ ગાંધીએ સોમનાથમાં કર્યા દર્શન

વેરાવળ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. દોઢ મહિનામાં રાહુલે 21 વખત વિવિધ મંદિરોમાં દર્શન કર્યા છે.  જોકે રાહુલ ગાંધીની આ મુલાકાત વખતે તેમની બિન-હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધણી કરી હોવાના અહેવાલો વહેતા થતા ચર્ચા ઉગ્ર બની હતી. સોમનાથ મંદિરમાં દર્શન પહેલાં રાહુલ ગાંધી અને અહમદ પટેલની બિન-હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધણીના અહેવાલોને કોંગ્રેસે રદિયો આપ્યો હતો. અને રાહુલને કોઈ રજિસ્ટરમાં નોંધ કરવા માટે આપવામાં આવી નથી તેવી સ્પષ્ટતા કરી છે.
 
 

કોંગ્રેસે કહ્યું રાહુલે કોઈ સહી કરી નથી
 
કોંગ્રેસની ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ઇન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, જે સહીની ચર્ચા થઈ રહી છે તે બીજા કોઈની છે. રાહુલની તે સહી નથી ઉપરાંત તેમને કોઈ રજિસ્ટર નોંધ માટે આપવામાં આવ્યું નહોતું.  

રાહુલના મીડિયા કો-ઓર્ડિનેટરે કરી નોંધ- પી કે લહેરી
 
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરીએ દિવ્યભાસ્કરડોટકોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાહુલની સાથે આવેલા મીડિયા કો-ઓર્ડિનેટર મનોજ ત્યાગીએ રજિસ્ટરમાં રાહુલ અને અહમદ પટેલનું નામ બિન-હિન્દુ તરીકે નોંધ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટે ત્રણેક વર્ષ નિયમ બનાવ્યો હતો કે બિન-હિન્દુઓએ મંદિરમાં પ્રવેશ કરવો હોય તો તેમણે જનરલ મ ેનેજરની ઓફિસનો સંપર્ક કરી, જરૂરી રજિસ્ટરમાં નોંધણી કરી પ્રવેશની મંજૂરી મેળવવાની રહેશે.
 

રાહુલ ગાંધીએ મોદી ઉપર કર્યા પ્રહાર
 
- મોદી ગરીબો પાસેથી ગબ્બર સિંહ ટેક્સ વસુલે છે.
- મોદીએ હંમેશા બધા પાસેથી બધુ લીધું જ છે.
- અમારી મનરેગા યોજના બધાને રોજગાર આપતી હતી તે પણ મોદીજીએ બંધ કરાવી દીધી.
- આમ, મોદીએ લોકો પાસેથી રોજગાર પણ છીનવી લીધો છે.
- તમારા દેવા પણ માફ કરવામાં આવતા નથી. 
- આ દેશમાં અમીર ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકે છે, પણ ખબર નહીં અહીંના ખેડૂતોનો શું વાંક છે કે, તેમના દેવા માફ કરવામાં નથી આવતા.
- તમને 22 વર્ષથી આદત થઈ ગઈ છે. મોદીજી, અમિત શાહજી અને રૂપાણીજી આવીને તેમના મનની વાત સંભળાવી જાય છે. 
- તમારું વીજળી, પાણી અને જમીન લઈ જાય છે અને તેમની મનની વાત સંભળાવી જાય છે.
- કદી તમારા મનની વાત નથી સાંભળતા.
- અમારી સરકાર આવશે તો તમારા મનની વાત સાંભળશે.
 

ભુજમાં દર્શનથી કરી હતી ઈલેક્શન કેમ્પેઈનની શરૂઆત

- રાહુલ ગાંધી અત્યાર સુધી 21 મંદિરોમાં જઈને દર્શન કરી ચૂક્યા છે. આ પહેલાં પણ તેઓ ગુજરાતના પ્રખ્યાતક મંદિરોમાં પૂજા કરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ ભુજમાં આશાપુરા માના દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી રેલીની શરૂઆત કરી હતી.
- જ્યારે રાહુલ ગાંધીએ દ્વારકામાં દર્શન કરીને નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. રાહુલ 7 વાર ગુજરાતની મુલાકાતે આવ્યા અને 20 મંદિરોમાં દર્શન કર્યા છે. 
 

રાહુલ ગાંધીએ આ મંદિરોમાં કર્યા દર્શન

દ્વાકરા, કાગવડમાં ખોડલધામ, નડિયાદના સંતરામ મંદિર, પાવાગઢ, મહાકાળી, નવસારીમાં ઉનાઈમાતાના મંદિરે, અક્ષરધામ મંદિર, બહુચરાજી મંદિર, કબીર મંદિર, ચોટિલા દેવી મંદિર, દાસી જીવન મંદિર, રાજકોટના જલારામ મંદિર, વલસાડના કૃષ્ણા મંદિર. આ સિવાય કોંગ્રેસની નવસર્જન યાત્રા દરમિયાન 8 અન્ય નાના-મોટા મંદિરે દર્શન કર્યા હતા.
 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...