તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસે હવનમાં હાડકાં નાખ્યાં, અમે OBCને હક અપાવીને જ રહીશું: પ્રાંચીમાં મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલીતાણા/ગીર સોમનાથઃ  પ્રાચીથી પાલિતાણા પહોંચ્યા બાદ મોદીનું કાઠિયાવાડી પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું હતું. જે બાદ તેમણે ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે,, એક એવી આંધી છે જે કોંગ્રેસ પાર્ટીના હાલ બેહાલ કરી નાંખશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિકાસના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરાવની હિંમત ગુમાવી બેઠી છે. કોંગ્રેસ ગુજરાતમાં દિવા સ્વપ્ન જોવા નીકળી છે.  મોદીએ મોરબીમાં સભા સંબોધ્યા બાદ ગીર સોમનાથના પ્રાચીમાં સંબોધી હતી. મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે અનામત આપવામાં કોંગ્રેસે હવનમાં હાડકાં નાખવાનું કામ કર્યું છે.  તેમણે એમ પણ કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો આજનું સોમનાથ મંદિર પણ ન હોત.

 

પાલીતાણામાં શું બોલ્યા મોદી

 

ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, આ એક એવી આંધી છે જે કોંગ્રેસ પાર્ટીના હાલ બેહાલ કરી નાંખશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિકાસના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરાવની હિંમત ખોઈ બેઠી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિકાસના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરાવની હિંમત ખોઈ બેઠી છે. ગુજરાતમાં એક પણ મહિનો કોમી હુલ્લડ થયા વગરનો ન હોતોજ તો. ભાજપ આવ્યા બાદ હુલ્લડો બંધ થઈ ગયા છે. 

 

પ્રાચીમાં સરદાર પટેલ અને સોમનાથને લઈ શું બોલ્યાં મોદી?

 

મેં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની યાત્રા કરી છે. અહીંયાના લોકોમાં વિશેષ ઉત્સાહ છે. જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ મંદિર પણ ન હોત. આજે કેટલાક લોકો સોમનાથ મંદિરને યાદ કરી રહ્યા છે, હું તેમને પૂછવા માંગું છું કે શું તમે તમારો ઇતિહાસ ભૂલી ગયા છો? તમારા પરિવારના સભ્ય, આપણા પહેલા પ્રધાનમંત્રી ત્યાં એક મંદિર બનાવવાના વિચારથી ખુશ નહોતા.

 

કોંગ્રેસ OBC લોકોને ભડકાવાનું કામ કરે છે

 

મોદીએ પોતાની સ્પીચની શરૂઆત કરી કે એવું પ્રથમવાર બન્યું કે દેશના ટોચના નેતાઓ આ વિસ્તારના અધિકારીઓને નામથી ઓળખે છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ આજે OBC લોકોને ભડકાવવાનું કામ કરે છે, પરંતુ સંસદમાં કોંગ્રેસે જ OBCને અનામત મળવામાં અડચણ ઉભી કરી છે. ભાજપે અનેક વખત આ બાબતે બીલ પાસ કરવાના પ્રયાસો કર્યા પરંતુ દરેક વખતે કોંગ્રેસ તેમાં હવનમાં હાડકાં નાખવાનું કામ કરતી. કોંગ્રેસે ઓબીસી વોટ્સની આશ લગાવીને બેઠી છે પરંતુ તેઓએ જવાબ આપવો જોઈએ કે ઓબીસી કમીશનને બંધારણીય સ્ટેટસ આટલા વર્ષો સુધી કેમ નથી અપાવ્યું. અમે તેમાં પહેલ કરી અને લોકસભામાં પાસ કરાવ્યું પરંતુ રાજ્યસભામાં અટવાઈ ગયું, જ્યાં કોંગ્રેસની બહુમતી છે. હું તમે ચોક્કસપણે કહી શકું કે, કોંગ્રેસ રોડા નાખવાનો પ્રયાસ કરશે. અને હું તેમના પ્રયાસ સફળ ન થાય તેના માટે કટિબદ્ધ છું. ટૂંક સમયમાં સંસદ મળવાની છે અને અમે આ મુદ્દાને ગૃહમાં લઈ આવીશું. અમે ઓબીસી કમીશનને તેનો હક અપાવીને રહીશું.

 

હું કોંગ્રેસને પૂછવા માંગું છું. તમે દેશની આર્મીના કેમ વિરોધી છો? મોદી

 

વડાપ્રધાન મોદીએ કહ્યું અનેક મહિલાઓ અમને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહી છે. જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ મંદિરની કલ્પના કરવી જ શક્ય ન થાત. અત્યારે થોડાક જ લોકોને સોમનાથનો ઈતિહાસ ખબર હશે – શું તમે તમારો ઈતિહાસ ભૂલી ગયા છો? મોદીએ ગાંધી નહેરુ પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે, તમારા આપણા પહેલા વડાપ્રધાન નહોતા ઈચ્છતા કે મંદિરનું અહીં નિર્માણ થાય. જ્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદ મંદિરના ઉદ્ઘાટન માટે અહીં આવ્યા તો પંડિત નહેરુએ નારાજગી વ્યક્ત કરી હતી. સરદારે નર્મદાનું સપનું જોયું હતું પરંતુ તમારા પરિવારે તે પરિપૂર્ણ ન થાય તેવા પ્રયાસ કર્યા હતા. હું કોંગ્રેસને પૂછવા માંગું છું. તમે દેશની આર્મીના કેમ વિરોધી છો? OROPની માગણી છેલ્લા 40 વર્ષથી પેન્ડિંગ હતી. કોંગ્રેસ લાંબા સમયથી સત્તામાં હતી તેમ છતાંય કેમ કંઈ કર્યું નહીં? 

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...