તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર:માલધારી યુવાને પવનચક્કી આધારીત બ્રીજનો પ્રોજેકટ બનાવ્યો, જાપાન જશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર: બળેજ ગામે રહેતા અને સરકારી શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા બાલુ રૂડા ઉલવા નામના વિદ્યાર્થીએ તાલુકાકક્ષાએ એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. જેમાં વિન્ડ ફાર્મ આધારીત બ્રીજ બનાવ્યો છે. આ બ્રીજ ઉપરથી કોઈપણ ભારે વાહન બંધ કરીને બ્રીજ પસાર થઈ શકે તે પ્રકારનું એક આકર્ષક મોડેલ તૈયાર કર્યું હતું. તાલુકાકક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધી આ વિદ્યાર્થીનું આ મોડેલ પ્રથમ સ્થાને રહ્યું હતું.
 
ભારત સરકારે આ પ્રોજેક્ટનો ડેમો જાપાન સરકારને મોકલી આપ્યો છે
 
રાષ્ટ્રીયકક્ષાએ આ પ્રોજેક્ટ દ્વિતિય સ્થાને રહ્યો હતો અને સૌથી મહત્વની સફળતા એ કહી શકાય કે ભારત સરકારે આ પ્રોજેક્ટનો ડેમો જાપાન સરકારને મોકલી આપ્યો છે અને આગામી મે માસમાં આ વિદ્યાર્થીને જાપાન સરકાર ત્યાં બોલાવશે અને આ પ્રોજેક્ટ ઉપર વિદ્યાર્થી સાથે ચર્ચા કરશે અને તે પ્રકારનું એક મોડેલ બનશે. આગામી દિવસોમાં મેગા સીટીમાં પણ આ પ્રોજેક્ટ અમલી બનાવી શકાય તે દિશામાં સરકારે પણ પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
કઈ રીતે બનાવ્યો આ પ્રોજેક્ટ ?
 
પુલ ઉપર એક રોડ બનાવવામાં આવ્યો છે તેમાં એક બેલ્ટ ફીટ કરવામાં આવ્યો છે. બેલ્ટ જેમ પવનચક્કી ચાલે તેમ વાહન આગળ ધપે. વાહન બંધ કરીને બ્રીજ પસાર થઈ શકે આથી પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણનો પણ બચાવ થાય આ ઉપરાંત વિજઉર્જા પણ ઉત્પન્ન કરી શકાય. આ પ્રોજેક્ટ વિદ્યાર્થી 2 વર્ષથી તૈયાર કરી રહ્યો હતો જેમાં તેણે રીંગ, ટાયર અને લોખંડની પટ્ટી તેમજ પંખાની ઈલેક્ટ્રીક મોટરનો ઉપયોગ કર્યો છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો