જૂનાગઢઃ વડાપ્રધાનનાં કાર્યક્રમમાં વિરોધ કરવા જતા 40 પાટીદારોને પોલીસે ઉઠાવી લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ સુરતમાં અમિત શાહનાં કાર્યક્રમમાં પાટીદારોએ વિરોધ કરી ભાજપનું નાક કાપી લીધું હતું. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સુરતવાળી ન થાય તે માટે રાજ્ય સરકાર સજાગ થઇ ગઇ છે. વડાપ્રધાનનાં કાર્યક્રમમાં નવસારી જતા પાસનાં કાર્યકરોને અટકાવવામાં આવી રહ્યા છે. નવસારીમાં વિરોધ કરવા માટે જૂનાગઢ જિલ્લા કન્વીનર કેતન પટેલ સહિતનાં કાર્યકરો જવાનાં હતા. પાસનાં કાર્યકરો સાંજનાં ઝાંઝરડા રોડ ઉપર પાનનાં ગલ્લે એકઠા થયા હતા. ત્યાંથી નવસારી જવાનાં હતા. પરંતુ તેઓ બસ પકડે એ પહેલાંજ પોલીસ પહોંચી ગઇ હતી.
પાટીદાર યુવાનોની અટક કરી લીધી હતી. આ અંગે પાસ કન્વીનર કેતન પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાંથી વિરોધ માટે પાટીદારો જવાનાં હતા. એ પહેલાં પોલીસે અટક કરી છે. જૂનાગઢ, કેશોદ, માણાવદર, માળિયા, વંથલી, ભેંસાણ, વિસાવદર, મેંદરડામાંથી પાટીદારોની અટક કરવામાં આવી છે. પોલીસે 40 જેટલા પાટીદારોની અટક કરી છે. ભાજપ હિટલરની સરકાર છે. આંદોલન દબાવવા માંગે છે.
અન્ય સમાચારો પણ છે...