ભેંસાણમાં પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 20 પાસ કાર્યકરોની અટકાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણ: માળિયાહાટીનાં અને માણાવદર બાદ પરસોતમ રૂપાલાએ ભેંસાણ ખાતે સભા સંબોધી હતી. જેમાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા 20 જેટલા પાસ કાર્યકર્તાઓની   પોલીસે અટક કરી હતી. જયારે ભેંસાણ પાસનાં કાર્યકર્તા સંદિપ કથીરીયાએ  ગોરધન ઝડફીયાનાં  હસ્તે કેસરી ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ તકે પરસોતમ રૂપાલાએ  કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહયું હતું કે નગરપાલિકાની  ચૂંટણીમાં ખાતા ખુલતા નથી અને કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાની  વાતો કરે છે. આમ પરષોતમ રૂપાલાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા.
અન્ય સમાચારો પણ છે...