તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમઢિયાળા પ્રકરણમાં પકડાયેલા પોલીસ કર્મીનાં રીમાન્ડ ફગાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઃ ઉનાનાં મોટા સમઢિયાળાનાં દલિત અત્યાચારની ઘટનામાં ગઇકાલે સીઆઇડીએ પીઆઇ ઝાલા, પીએસઆઇ પાંડે, હેડ કોન્સટેબલ કાનજીભાઇ ચુડાસમા અને મહિલા એએસઆઇ કંચનબેન પરમારની ધરપકડ કરી હતી. આજે તેઓને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. સીઆઇડીનાં વકીલ સખનપરાએ આ પોલીસકર્મીઓની ભૂમિકા અંગે 10 મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં સરકારી રેકર્ડમાં ફેરફાર કર્યાનો મુદ્દો પણ સમાવાયો હતો.
ભોગ બનનાર બાલુભાઇ સરવૈયાને મદદ કરવી જોઇએ એ પોલીસ અધિકારીઓએ કાયદા મુજબ કરી ન હોવાનું પણ જણાવ્યું હતું. તો રેકર્ડની ફોરેન્સિક તપાસ માટે કબ્જે લેવાનું બાકી હોવાનું, આ લોકોએ વર્ધી મળ્યા બાદ એન્ટ્રીઓ કર્યા બાદ તેમાં સુધારા કર્યાનું, ગાય માલિકે આગલા દિવસે ગાય ગુમ થયાની જાણ કરી હતી એ દિવસે તેની નોંધ કરી નહોતી અને બીજા દિવસે કરી હતી, જેવા મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા. જોકે, કોર્ટે આ માંગણી ફગાવી દીધી હતી. અને ચારેયને રાજકોટ જેલ હવાલે કર્યા હતા.
1500 પાનાની ચાર્જશીટ રજૂ
સીઆઇડીએ 1500 પેઇજનું ચાર્જશીટ ઉના કોર્ટમાં રજૂ કર્યું હતું. જેમાં 337 સાક્ષીઓનાં નિવેદનો પણ છે. 52 મોબાઇલ પણ કબ્જે કરાયા છે. સમગ્ર બનાવમાં હજુ 7 થી 8 આરોપીઓ સામે ચાર્જશીટ ટૂંક સમયમાંજ રજૂ કરવામાં આવશે. જ્યારે બે આરોપીને પકડવાનાં હજુ બાકી છે.

ડે ટુ ડે કોર્ટ ચાલશે : એસપી ત્રિવેદી

આ ઘટનામાં ડે ટુ ડે કોર્ટ દ્વારા કેસની સમગ્ર કાર્યવાહી ચલાવવામાં આવશે એમ એસપી ત્રિવેદીએ જણાવ્યું હતું. આ ઉપરાંત પકડાયેલા પોલીસકર્મીઓનાં મોબાઇલ કોલની ડિટેઇલ પણ કઢાવાશે.

ફરિયાદ લેનાર જ આરોપી બન્યા

11 જુલાઇનાં રોજ દલિત અત્યાચારની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા બાદ તેની ફરિયાદ તત્કાલિન પીઆઇ ઝાલાએ લીધી હતી. આરોપીઓને કોર્ટમાં લઇ જનારા અાજે ખુદ આરોપી તરીકે કોર્ટમાં રજૂ થયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો