• Gujarati News
  • Pilgrims Somnath In Strict Checking In The Wake The Terrorist Attacks In Punjab News

પંજાબમાં આતંકવાદી હુમલાને પગલે સોમનાથમાં કડક ચેકીંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ:પંજાબના ગુરૂદાસપૂરમાં આજે આતંકવાદી હુમલાને પગલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનાં ધાર્મિકસ્થાનો, ઓદ્યોગીક સંકુલો સહિતમાં સુરક્ષા એલર્ટની સુચના અપાઇ છે. જેને પગલે સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર અને પરિસર આસપાસની સુરક્ષા બંદોબસ્તને જડબેસલાક કરાયું છે. જિલ્લા પોલીસવડાએ પણ સુરક્ષા જવાનો સાથે બેઠક કરી બંદોબસ્તની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત સોમનાથ મંદિર તરફ આવતા તમામ હાઇવે પર પોલીસ દ્વારા વાહનોનું સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વેરાવળનાં ડીવાયએસપી રાજદિપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવનું મંદિર પહેલેથીજ ઝેડ પ્લસ સિક્યોરિટી ધરાવતું હોવાથી મંદિરની સુરક્ષાની એસપી અશોક મુનિયાએ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. હાલ મંદિરની સુરક્ષામાં રહેલા એસઆરપી જવાનો, ડોગ સ્કવોડ, જીઆરડી સાથે પોલીસનાં અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે. મંદિરનાં દરિયાકાંઠે પણ ઘોડે સ્વારની ગસ્ત વધારવામાં આવી છે.

દીવ કોસ્ટલ પોલીસને સતર્ક કરાઇ
ગુરૂદાસપુરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દિવ એસડીપીઓ આશીષ આનંદે જણાવ્યું હતું કે, દિવ પોલીસ અને કોસ્ટલ પોલીસને સતર્ક કરાઇ છે. કિનારા વિસ્તારનાં માછીમારોને પણ ખાસ કોઇ અજાણ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સુચના અપાઇ છે. આ ઉપરાંત ચેકપોસ્ટ અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં પણ સર્વન ચેનીંગ, લાઇટ હાઉસ, સરકારી કચેરીઓ અને જાહેર વિસ્તારો બીચ જેવા વિસ્તાર પર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.