તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢવાસીઓ કરે છે વરસાદી પાણીનો સંગ્રહ, દુષ્કાળમાં પણ નથી ખૂટતું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં દોઢ સદીથી 150થી વધારે ભૂગર્ભ ટાંકા દ્વારા વરસાદી પાણીની બચત થાય છે. પીવાલાયક પાણી બેથી વધુ વર્ષ ચાલે છે. આ પાણી પીવાથી ક્યારેય બિમાર પડ્યા નથી એવું જૂનાગઢવાસીઓ કહે છે.

22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવે છે. પાણી બચાવોનાં સંકલ્પ સાથે વૈશ્વિક સંદેશાનો ફેલાવો થાય છે. પીવાલાયક પાણીનો ઉનાળામાં પોકાર ઉઠતો હોય છે. ત્યારે જૂનાગઢનાં 150 પરિવારો દોઢ સદી પહેલા પાણી બચાવોનાં સંકલ્પને અનુસર્યા છે. જૂનવાણી બાંધકામમાં કાળમીંઢ પથ્થરમાં ભૂગર્ભ ટાંકા જોવા મળે છે.

વરસાદી પાણી દૂષ્કાળનાં બે વર્ષથી વધુ ચાલે છે

16થી 18 ફૂટ ઉંડા અને 6થી 8 ફૂટ પહોળા ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. વરસાદી પાણી દૂષ્કાળનાં બે વર્ષથી વધુ ચાલે છે. વરસાદી પાણીનો ઉપયોગ પીવાની સાથે સાથે રસોઇ અને પુજામાં પણ થાય છે. આજે જૂના જૂનાગઢની નાગરી પદ્ધતિમાં ટાંકાનો ઉપયોગ થાય છે, જે ખરેખર જૂનવાણી લોકોની આગવી ર્દષ્ટિ અને પાણીનું મહત્વ સમજાવતો પુરાવો છે. પાણીની વિશેષતા પ્રમાણે આધુનિક આરઓ સીસ્ટમ જેવું શુદ્ધ પાણી, શેવાળ જામતું નથી અને આરોગ્યપ્રદ છે.

ચોમાસામાં પાણીનો સંગ્રહ કરો

જૂનાગઢનાં રશ્મીબેન પંચોળીએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ટાંકાનું પાણી પીવાને કારણે ક્યારેય પાણીજન્ય રોગચાળો લાગુ પડ્યો નથી. દર ચોમાસામાં ટાંકા હોય કે ન હોય પરંતુ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇઅે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો