તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપરકોટમાં 3 તોપ ભંગાર હાલતમાં, ઐતિહાસિકતાની ગરીમા જાળવવામાં તંત્ર નિષ્ફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો જોવા માટે દર વર્ષે હજારો પ્રવાસીઓ અાવે છે. ત્યારે કિલ્લાનાં દરવાજાની બાજુમાં ત્રણ ટોપ ધૂળ ખાઇ રહી છે. જેનાં કારણે પ્રવાસીઅો સામે ઉપરકોટ ખંડેર હાલતમાં છે.
ભવ્ય ભૂતકાળની નિશાનીને ધૂળની જેમ સાચવતા તંત્ર સામે લોકોમાં રોષ
જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક છે. આ બાંધકામનાં નમુનાની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યુ છેે. શહેરમાં આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તેમાં સુધારો કરવામાં આવતો નથી. પરંતુ બેદરકારી દિવસેને દિવસે વધતી જાય છે. ઉપરકોટ કિલ્લાનાં દરવાજા પાસે ભંગારની જેમ ત્રણ ઐતિહાસિક ટોપ પડી છે. જે સમયે રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આ ટોપને બહાર કાઢી હતી.
ત્યારબાદ વર્ષો વિત્યા પરંતુ તંત્ર ટોપ જે તે સમયે મુકવાનું ભુલી ગઇ છે. ઉપરકોટનાં કિલ્લો જાળવણીનાં અભાવે ખંડેર જેવી હાલતમાં જોવા મળ્યો હતો. બહારથી ઐતિહાસિક મહત્વ સમજી પ્રવાસીઓ કિલ્લો જોવા આવે પરંતુ ટોપ જેવી ચીજ પણ ભંગારમાં જોવા મળે છે. બહાર રહેલી ટોપનાં કારણે ચોરાઇ જવાની પણ ભીતિ રહે છે.
અન્ય સમાચારો પણ છે...