તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં 12 વર્ષથી પાકિસ્તાની દંપતી ગેરકાયદે રહેતું’તું : એસઓજીની કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદઃ કેશોદમાં છેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની દંપતી સામે એસઓજીએ કાર્યવાહી કરી પોલીસમાં વિઝા ભંગનો ગુનો નોંધાવ્યો હતો.
વર્ષ 2004થી વિઝા પૂરા થઇ ગયા હતાં, પોલીસમાં વિઝા ભંગનો ગુનો નોંધાવ્યો
જૂનાગઢ એસઓજીનાં પીએસઆઇ એમ.એસ.ગોહીલ અને સ્ટાફે ગુરૂવારે ચોકકસ બાતમીનાં આધારે તપાસ કરતાં કેશોદમાં ગાંધીનગર સોસાયટી, પ્રિન્સ એપાર્ટમેન્ટનાં બ્લોક નં.104માં રહેતા અને મુળ પાકિસ્તાનનાં કરાંચીમાં મકરીમાબાદ સોસાયટીનાં વતની મોમના હાસમભાઇ કાનજીભાઇ સમનાણી (ઉ.વ.75) અને તેમનાં પત્ની મોતીબેન ઉર્ફે ગુલશનબેન ઉર્ફે ગુલબાનુ (ઉ.વ.75) અનુક્રમે વિઝા નં.પી253002 તથા પી253003 અંતર્ગત પાકિસ્તાન જવાનું હોય તેમ છતાં છેલ્લા 12 વર્ષથી કેશોદ ખાતે અનઅધિકૃત રીતે વસવાટ કરતાં હોવાનું માલુમ પડતાં બંને વિરૂધ્ધ વિઝા ભંગ કર્યાનો ગુનો નોંધાવતા પીએસઆઇ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ અત્યાર સુધી કેમ અજાણ રહી..?

આ પાકિસ્તાની દંપતી છેલ્લા 12 વર્ષથી કેશોદમાં વસવાટ કરતું હોય અને 2004 થી વિઝાની મુદત પુરી પણ થઇ ગઇ હતી ત્યારે સ્થાનિક પોલીસ આ બાબતે કેમ અજાણ રહી..? એ સવાલ લોકોમાંથી ઉઠયાં છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો