તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ: મધદરિયે પાક. મરીને બોટ અને 6 ખલાસીઓનું કર્યું અપહરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. વર્ષે માછીમારીની સીઝન શરૂ થયાને હજુ 1 માસ જેવો સમય પણ થયો નથી ત્યાં પાકમરીને લખ્ખણ ઝળકાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જળસીમા નજીકથી આજે વહેલી સવારે ઓખાની 1 બોટ અને 6 માછીમારોના અપહરણ કરી જવામાં આવ્યા છે જેને પગલે માછીમારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
ગુરુવારે વહેલી સવારે ભારતીય જળસીમા નજીકથી ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી તે દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે 1 બોટ અને 6 માછીમારોના અપહરણ કરી ગયા હતા.
પોરબંદરની 6 બોટના રજિસ્ટ્રેશન રદ
પાકિસ્તાનદ્વારા પકડવામાં આવેલી ભારતીય બોટનો દેશદ્રોહી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય તે માટે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા પાકિસ્તાનમાં કેદ રહેલી પોરબંદરની 6 બોટોના લાયસન્સ અને રજીસ્ટ્રેશન રદ કરાયા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો