તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો: બોરવાવમાં દોઢ, ડોળાસામાં એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી લોકો બફારાનો અનુભવ કરી રહયાં છે. ત્યારે આજે સોરઠ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. બપોર બાદ સોરઠ પંથકમાં ઠેર-ઠેર વરસાદ થયો હતો. જેમાં તાલાલાનાં બોરવાવમાં અઢી ઇંચ, ડોળાસામાં એક ઇંચ અને જૂનાગઢ, ઊના, કોડીનાર પંથકમાં વરસાદી ઝાંપટા પડયા હતાં. જયારે ભેંસાણમાં વાવણી લાયક વરસાદ થયો હતો. જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ઊના શહેરમાં મેઘરાજાનાં અમી છાંટણા

ઊના શહેરમાં સવારથી અસહ્ય બફારા વચ્ચે બપોરનાં સમયે ગગનમાં વાદળો ઘેરાવા લાગતા ધોધમાર વરસાદ વરસશે તેવી આશા બંધાય હતી. ત્યાંજ મેઘરાજાએ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ કરતા અમી છાંટણા વરસાવ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમી છાંટણા વરસાવ્યા બાદ સુર્યનારાયણે દર્શન દિધા હતા. જ્યારે સવારના સમયે તાલુકાના સોખડા ગામમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસી જતા ગામમાંથી પાણી વહેવા લાગ્યા હતા આમ સમગ્ર પંથકમાં મેધાવી માહોલ વચ્ચે મેઘરાજાએ અમીછાંટણા વરસાવી સંતોષ માન્યો હતો.

ભેંસાણ પંથકમાં વાવણી લાયક વરસાદ

ભેંસાણ પંથકનાં સાકરોળા, ધોળવા, બરવાળા, મોરવાડા, સરદારપુર, ધારી -ગુંદાળી સહિતનાં ગામોમાં ગુરૂવાર અને શુક્રવારે મેઘરાજાની  ધમાકેદાર એન્ટ્રી થઇ હતી અને વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. જોકે ચુડા, ખજુરીહડમતીયા  સહિતનાં ગામોમાં વરસાદી ઝાંપટા પડયાં હતાં. જેથી લોકોને ગરમીમાંથી  આંશિક રાહત મળી હતી. ધરતીપુત્રો  સારા વરસાદની રાહ જોઇ રહયાં છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, તાલાલાનાં માધુપુર, સાસણમાં ઝાંપટા....
અન્ય સમાચારો પણ છે...