• Gujarati News
  • New Fraud Case Found By Calling And Say About Prize Latest News

'તમને ઇનામ લાગ્યુ છે પોસ્ટમાં પાર્સલ પહોંચી જશે, રૂપિયા ત્યાં ભરી દેજો'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇનામ લાગ્યાનું કહી પૈસા ખંખેરવાનો ધંધો
- તમને ઇનામ લાગ્યુ છે પોસ્ટમાં પાર્સલ પહોંચી જશે, રૂપિયા ત્યાં ભરી દેજો
- મોબાઇલ, કાર સહિતની કિંમતી વસ્તુઓનું પ્રલોભન

જૂનાગઢ: જૂનાગઢમાં લોકોનાં મોબાઇલ ફોન ઉપર ફોન આવી રહ્યા છે કે તેમને ઇનામમાં મોબાઇલ,કાર વગેરે વસ્તુઓ લાગી છે. પાર્સલ પોસ્ટ વિભાગમાં મોકલ્યુ છે. ત્યા રૂપિયા ભરીને પાર્સલ મેળવી લેજો.લોકો રૂપિયા ભર્યા પછી પાર્સલ ખોલતા તેમાથી અન્ય વસ્તુઓ નિકળે છે અને એક વખત રૂપિયા ભરી દીધા પછી પરત પણ મળી શકતા નથી. જૂનાગઢમાં રોજનાં આવા ત્રણ થી ચાર પાર્સલનાં કેસ બની રહ્યા છે.બેંકનાં એટીએમ નંબર કે એકાઉન્ટ નંબર લઇને લોકોનાં ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.
લોકોને શીશામાં ઉતારવાનો નવતર પ્રયોગ ઠગ ટોળકીએ શોધી લીધો છે. કોઇને કોઇ પ્રકારે લોકોને ઠગવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજય બહારથી લોકોને ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકોને કહેવામાં આવી રહ્યુ છે કે તમને ઇનામ લાગ્યુ છે. 31 હજારનો મોબાઇલ ફોન ઇનામ લાગ્યો છે. જેની કિંમત 31 હજાર છે.પરંતુ જૂનાગઢનાં ફલાણી પોસ્ટ અોફીસમાંથી પાર્સલ મેળવી 1500 રૂપિયા ભરી દેજો.
જયારે લોકો પોસ્ટ અોફીસમાં જઇને રૂપિયા ભરી પાર્સલ મેળવે છે. અને તેને ખોલતા મોબાઇલ ની જગ્યાએ વસ્તુઓ નિકળી રહી છે.અને એક વખત રૂપિયા ભરી દીધા બાદ પરત મળતા નથી. વસ્તુ પણ ખોટી હોય છે. જૂનાગઢમાં રોજનાં આવા ત્રણ થી ચાર કોલ આવી રહ્યા છે. લોકો પોસ્ટ અોફીસે પર્સલ લેવા માટે દોડી જાય છે.અંતે છતરાયાની જાણ થાય છે.બાદ જે નંબર ઉપરથી ફોન આવ્યો હોય તે બંધ થઇ જાય છે.

ફોન આવ્યા પછી પાર્સલ લેવા આવતા હોવાનાં ત્રણ થી ચાર કેસ રોજનાં બને છે
આઝાદ ચોક પોસ્ટ ઓફીસનાં પોસ્ટ માસ્તર વી.પી.પટોડિયાએ જણાવ્યુ હતુ કે, લોકોને ફોન આવ્યા હોય કે તમને ઇનામ લાગ્યુ છે. પાર્સલ પોસ્ટ અોફીસમાંથી મેળવી લેજો તેવા ત્રણથી ચાર કેસ રોજનાં બની રહ્યા છે.
છેતરપીંડીની ફરિયાદ થઇ શકે : PSI
ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સંદિપસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, જે લોકો છેતરયા છે તે પોલીસ ફરીયાદ કરી શકે છે. છેતરપીડીની ફરીયાદ થઇ શકે છે.
લોકોએ શું કાળજી રાખવી જોઇએ ?
આવા કિસ્સામાં લોકોએ જ વસ્તુ પોતો મંગાવી છે.તેજ પાર્સલ લેવા જોઇએ. કોઇ વ્યક્તિ ફોન કરીને કહે કે ઇનામ લાગ્યુ છે. પાર્સલ મેળવી લેજો તેવા લોભામણા ફોન થી દુર રહેવુ જોઇએ.

13.80 લાખની કાર લાગ્યાનો ફોન આવ્યો હતો
શહેરનાં નિર્મળ દવેએ જણાવ્યુ હતુ કેa હૈદરાબાદથી 13.80 લાખની કાર ઇનામમાં લાગી હોવાનો ફોન આવ્યો હતો. મને રૂપિયા કેવી રીતે આપશો તેને લઇને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. જેમાં કહ્યું હતું કે તમે રૂબરૂ આવી પેમેન્ટ કરી ગાડી લઇ જાવ અથવા તમારા એકાઉન્ટ નંબર આપો અમે તમને ચેક મોકલી આપશુ. પરંતુ આ ફોન છેતરપીંડીવાળો હોય તેવું લાગતા આગળ વધવાનું માંડી વાળ્યું હતું.બાદમાં તપાસ કરતા આ ફોન બંધ આવતો હતો.