જૂનાગઢઃ છરીની અણીએ ભત્રીજાએ કાકી પર દુષ્કર્મ આચર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢનાં સુખનાથ ચોકમાં રહેતી મહિલા અને તેના ભત્રીજાએ લોન લીધી હતી.આ લોનનાં રૂપિયા ભત્રીજો વાપરતો હતો.છતા પણ હપ્તા ભર્યા ન હતા. આ અંગે મહિલાએ કહ્યુ હતુ. પરંતુ ભત્રીજાએ ગતરાત્રીનાં તેના ઘર પાસે ગલીમાં છરીની અણીએ તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનાં ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાનાં નામે લોન લઇ હપ્તા પણ ભર્યા નહીઃ સુખનાથ ચોકમાં ઘર પાસે ગલીમાં કૃત્ય કર્યુ

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં સુખનાથ ચોકમાં રહેતા તાહીરશાહ ફકીરએ તેના કાકીનાં નામે લોન લીધી હતી.લોનનાં રૂપિયા ભત્રીજાને આપ્યા હતા.લોનની અમુક રકમ ભરવાની થતી હતો.પરંતુ આ રકમ ભત્રીજાએ ભરી ન હતી. આ અંગે કાકીએ ઉઘરાણી કરી હતી.

ત્યારે ગતરાત્રીનાં સુખનાથ ચોકમાં તેના ઘર પાસેની ગલીમાં ભત્રિજાએ કાકી ઉપર છરી રાખી બળત્કાર ગુજાર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ તાહીરશાહ સામે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવની તપાસ પીએસઆઇ એન.જી.જાડેજા કરી રહ્યા છે.જોકે લોન ઉપાડી રૂપિયા બન્ને વાપરતા હતા.છેલ્લા પાંચ વર્ષની બન્ને સંબંધ હતો.
અન્ય સમાચારો પણ છે...