તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ: 25 પૈસામાં નોકરી તે જ હોટલનાં માલિક બન્યા,ગરીબ,સાંધુ-સંતોને વિના મુલ્યે ભોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હાલ આ ભાઇ હોટેલ સંભાળે છે.)
જૂનાગઢ:જૂનાગઢનાં કાળવા ચોકમાં વિહાર હોટલ આવેલી છે.હાલ તેના માલિક નવીનભાઇ ગઢિયા છે. 60 વર્ષ પહેલા વિહાર હોટલમાં નવીનભાઇનાં પિતા રૂગનાથભાઇ 25 પૈસામાં નોકરી કરતા હતા. લાંબો સમય નોકરી કર્યા બાદ પોતે હોટલનાં માલીક બની ગયા હતા. આજે હોટલમાં 22 લોકોને રોજગારી આપી રહ્યા છે. એટલુ જ નહી હોટલમાં વૃધ્ધ,ગરીબ, સાંધુ-સંતોને વિના મુલ્યે ભોજન આપવામાં આવે છે.
-25 પૈસામાં નોકરી તે જ હોટલનાં માલિક બન્યા
-વૃધ્ધ,ગરીબ,સાંધુ-સંતોને વિના મુલ્યે ભોજન
-હાલ પુત્ર સંભાળે છે હોટલ : 22 લોકોને રોજગારી
જૂનાગઢનાં રૂગનાથભાઇ ગઢિયાએ 60 વર્ષ પહેલા કાળવામાં એક હોટલમાં 25 પૈસામાં નોકરી શરૂ કરી હતી. પરિવારની આર્થિક પરિસ્થિતી ખુબ જ નબળી હતી. 25 પૈસાની નોકરીમાં પરિવારનું ગુજરાન ચાલવાતા હતા. સાથે સંતાનોનો અભ્યાસ ખર્ચ વગેર ઉઠાવતા હતા. 25 પૈસાની નોકરી 6 વર્ષ સુધી કરી હતી. એક દિવસ હિંમત કરી હોટલ ભાડે લઇ લીધી હતી. શરૂઆતમાં 45 રૂપિયાનાં માસિક ભાડે હોટલ રાખી હતી. હાલ તેના પુત્ર નવિનભાઇ ગઢિયા હોટલ સંભાળે છે. છેલ્લા 20 વર્ષથી તેવો હોટલ સંભાળી રહ્યા છે.
નવિનભાઇએ જણાવ્યુ હતુ કે,પિતાજી સવારનાં 5:30 થી રાત્રીનાં 11 વાગ્યા સુધી મહેનત કરતા હતા. તે સમયમાં ગામડાઓમાંથી લોકો ગાડા લઇને કચરો ભરવા આવતા હતા. તેના માટે વહેલી રસોઇ બનાવ નાખતા હતા. હોટલમાં નોકરી કર્યાનાં કારણે બહોળો અનુભવ હતો.જેના કારણે આગળ જતા હોટલનાં ધંધામાં સફળતા મળી છે. પિતાજીનાં સમયમાં પણ વૃધ્ધ,ગરીબ, સાંધુ-સંતોને મફત ભોજન આપતા હતા. જે પરંપરા આજે પણ જાળવી રાખી છે. આજે હોટલનાં ધંધામાં 22 જેટલા લોકોને રોજગારી આપી છે. ઘણી વખત તો લોકો મળતા નહી તો પિતાજી તમામ કામ કરતા હતા. રસોઇ વગેરે જાતે બનાવી લેતા હતા. અને હોટલ ચાલવી હતી. જૂનાગઢ શહેરમાં કાળવામાં સૌથી જૂની હોટલ છે.
અન્ય સમાચારો પણ છે...