ઉનાઃ મોટા સમઢિયાળા ગામનાં ચાર દલિત યુવાનો ઢોરનાં મૃતદેહ પરથી ચામડું ઉતારવાનું કામ કરતા હતા. ગામનાં એક ખેડૂતની ગાય મૃત્યુ પામતા ગાયોનાં મૃતદેહ લઇ આવ્યા હતા. જ્યાં ગૌ હત્યાનાં આરોપસર તેમણે ચારેય દલિતની પુછપરછ કરી અને વાહન સાથે બાંધીને માર્યાની ઘટનાનો વિડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો છે. ગૌરક્ષાનાં નામે ગુંડાગીરીની શરમજનક પરંપરા રાજકારણનાં ઉભરા સાથે આ પ્રકારની ગુંડાગીરીને રાજ્યાશ્રયની ધરપત કોણે આપી. જેમાં ભોગ બનેલા યુવાનોની રવિરારે રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગનાં રાજૂ પરમારે મુલાકાત લીધી હતી. સાથે તેમણે આ ઘટનામાં તટસ્થ કાર્યવાહી કરવા અંગે પણ તંત્રને સૂચના આપી પરિવારને યોગ્ય ન્યાય મળશે તેવી ખાતરી પણ આપી હતી.
રાજકોટ સારવાર મેળવતા દલિત પરીવારની મુલાકાત લીધી
રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગનાં સભ્ય રાજુભાઇ પરમાર તેમની સાથે રાજકોટનાં પ્રોફેસર સુનિલભાઇ જાદવ તેમજ માજી ધારાસભ્ય પ્રવીણભાઇ મારૂં અને ઉના ધારાસભ્ય પુંજાભાઇ વંશને સાથે રાખી સર્વ પ્રથમ રાજુભાઇ પરમારએ રાજકોટ સારવાર મેળવતા દલીત પરીવારની મુલાકાત લઇ તેમની વ્યથા અને તેમને થયેલી ઇજા અંગેની જાણકારી મેળવી ખબર-અંતર પુછ્યા બાદ તેઓ ઉના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે દલીત પરીવારની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટના ક્રમની વિગતો મેળવી ઉના ખાતે પત્રકાર પરિષદ કરી હતી.
અત્યાર સુધી ફરિયાદમાં 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે
રાજુભાઇ પરમારએ બનાવ અંગે ખુબ જ દુ:ખ વ્યક્ત કરી જણાવેલ કે, દલિત ઉપર કેટલાક કહેવાતા ગૌરક્ષકો ગુંડા તત્વો દ્વારા સામૂહિક હુમલા કરવામાં આવે છે. ઉના તાલુકાનાં સમઢીયાળા ગામે દલીત પરીવાર પર પાંચ નહી પણ જે વિડીયો સોશ્યલ વિડીયો ફોટા ફરતા થયાં છે. તેમાં 30 થી 35 લોકો જોવા મળે છે. આ સંદર્ભમાં ફરિયાદમાં 7 શખ્સોની ધરપકડ કરાયી છે. દલિતો પર થયેલો હુમલો એક ષડયંત્રનો ભાગ હોય તેવું સ્પષ્ટ જાવા મળે છે. પોલીસે આ વિડીયો વાયરલ થયો છે. તેમાં માર મારતા તમામ લોકોને ભોગ બનનાર સામે લાવી બતાવી તેની ઓળખ કરી આવા લોકો સામે અલગ-અલગ જગ્યાએ બનેલા બનાવોનાં ગુના નોંધી ધરપકડ કરવા આયોગપંચ જણાવશે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....