તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર જંગલમાં પ્રથમવાર 60થી વધુ કૃત્રિમ તળાવમાં સોલાર સિસ્ટમથી રીચાર્જ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
જૂનાગઢ: ઉનાળા દરમિયાન વન્યપ્રાણીઓને પીવાના પાણી પુરાપાડવા વન વિભાગ દ્વારા કુલ 200 જેટલા કૃત્રિમ અને કુદરતી તળાવમાં પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે. ગીર જંગલમાં પ્રથમવાર 60થી તળાવને સોલાર સિસ્ટમની મદદથી રિચાર્જ કરાવાશે.અત્યાર સુધીમાં જરૂરિયાત પ્રમાણે 53 જેટલા તળાવ રીચાર્જ કરી દેવાયા છે.ગીરજંગલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે જરૂરી છે.
 
કુલ 53 તળાવમાં પાણી આપી દેવાયું છે
 
દર વર્ષે વન વિભાગ દ્વારા કૃત્રિમ તળાવ અને કુદરતી પાણીના સ્રોતમાં જરૂર પડ્યે રિચાર્જ કરાતા હોય છે. જોકે એવી પણ ફરિયાદ ઉઠી રહી છે કે ચાલુ વર્ષે ઉનાળો શરૂ થઇ ગયો હોવા છતાં પ્રાણીઓ માટે પીવાના પાણીની કોઇ સુવિધા કરવામાં આવી નથી.જોકે વન વિભાગ દ્વારા અગાઉથી જ આયોજન કરાયું હોવાનું જણાવાયુ઼ છે. હાલ ગીર જંગલમાં 200 જેટલા કૃત્રિમ તળાવ અને કુદરતી પાણીના સ્ત્રોત છે .જેમાં માર્ચ મહિનાથી જરૂર પડે તે રીતે પાણી પહોંચાડી તળાવને રિચાર્જ કરાઇ છે. હાલ આ કામગીરી શરૂ કરી દેવાઇ છે. કુલ 53 તળાવમાં પાણી આપી દેવાયું છે. તેમજ આગામી સમયમાં  60થી વધુ  તળાવમાં સોલાર સીસ્ટમથી રિચાર્જ કરાશે તેમ વન વિભાગ દ્વારા જણાવાયું છે. 
 
ક્યા ક્યા સ્ત્રોતથી તળાવમાં પાણી રિચાર્જ કરાય છે
 
ગીર જંગલના અંદાજે 69 જેટલા કુદરતી જળાશયો છે જેમાંથી મોટાભાગના જળાશયો વર્ષ દરમિયાન ભરાયેલા રહે છે. જ્યારે બાકીના જળાશયોને હેન્ડપમ્પ,ટેન્કરો ચલાવી ,સોલાર સીસ્ટમથી પાણી ખેંચી તેમજ પવનચક્કીની મદદથી પાણી ખેંચવામાં આવે છે.-પ્રદિપસિંહ નાયબ વન સંરક્ષક ગીર પશ્વિમ ઝોન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો