તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાધકે ઇર્ષ્યા અને દ્વેષ્ણાં મારી નાખવી જોઇએ : મોરારીબાપુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રામકથા: સીતામાતાનું હરણ અને હનુમાનજીનું લંકામાં આગમનની કથા વર્ણવી : આજે માનસ રૂખડ રામકથાની થશે પૂર્ણાહૂતી

જૂનાગઢ: ભવનાથમાં ચાલતી રામકથાનાં આઠમાં દિવસે મોરારીબાપુએ રામનો વનવાસ, સીતા માતાનું રાવણ દ્વારા હરણ, શબરી અને હનુમાનનું મીલાપ વગેરે પ્રસંગો વર્ણાવ્યા હતા. સીતામાતાની શોધમાં હનુમાનજીનું લંકામાં આગમનની કથા કહી હતી અને સમુદ્ર ઓંળગતી વખતે આવેલા વિધ્નોનુ નિરૂપણ કરતા કહ્યુ હતુ કે, સાધકે ઇર્ષ્યા અને દ્વેષ્ણાં મારી નાખવી જોઇએ. તો તે કિનારા સુધી પહોચી શકે છે.

જૂનાગઢનાં ભવનાથમાં મોરારીબાપુની રામકથા માનસ રૂખડનો કથાનો તા. 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો હતો. આજે કથાનાં આઠ દિવસ પૂર્ણ થયા છે. આવતીકાલે નવમાં દિવસે કથાની પૂર્ણાહુતી થશે. રામકથામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી રામકથાનું શ્રવણ કર્યુ હતુ. ગઇકાલે રામ વનવાસ,ભરત મિલાપ સહિતનાં પ્રસંગોનુ વર્ણન કર્યુ હતુ. આજે કથામાં વનવાસનાં જૂદા-જૂદા પ્રસંગો કર્યા હતા. સીતામાતાનું અપહરણ થયા બાદ રામની મનોદશાનુ નિરૂપણ કર્યુ હતુ.
સીતામાતાની શોધમાં નિકળેલા રામનો હનુમાન,શબરી, વાલી-સુગરી ,જાબુવંત સાથેનુ મિલનનાં પ્રસંગો કર્યા હતા. આજે કથામાં મોરારીબાપુએ હનુમાનથી જયારે લંકા તરફ પ્રયાણ કરે છે ત્યારે રસ્તામાં આવતા વિધ્નોનું વર્તમાનનાં પ્રલોભન સાથે જોડી નિરૂપણ કર્યુ હતુ. મોરારીબાપુએ કહ્યુ હતુ કે, સમુદ્રા લાંઘતી વખતે પ્રથમ મેનકા નામનો પર્વત આવે છે.જે હનુમાનજીને આરામ કરવા કહે છે. મેનકા એ વૈભવ છે. બાદ હનુમાનજીને સુરસા મળે છે. સુરસાએ વૈભવથી મળતી કિર્તી છે.સીહીકા હનુમાનજીનો માર્ગ રોકે છે.સીહીકાએ ઇર્ષ્યા અને દ્વેષ્ણા છે. હનુમાનજી મેનકા અને સુરસાનો મળીને જતા રહે છે.પરંતુ સીહીકાને મારી નાખે છે.

સાધકે ઇર્ષ્યા અને દ્વેષ્ણાંને મારી નાખવા જોઇએ. હનુમાનજી સીહીકાને મારી નાખે છે તેની સાથે સુમદ્રનો કિનારો આવી જાય છે. તેમજ મેનકા અને સુરસા આકાશ અને ધરતી પર હોય છે.પરંતુ સીહીકા સાગરનાં પેટાળમાંથી પડછાયા પકડે છે. ઇર્ષ્યા સાગરનાં પેટાળમાં પડી હોય છે. તેમજ બાપુએ સુરસાનાં પ્રસંગનું વર્ણન કરતા કહ્યુ હતુ કે, કિર્તી સાથે હરીફાઇ ન કરવી જોઇએ. કિર્તીથી બચાવ નાનુ થવુ જોઇએ. તેની સામે જેમ મોટા થાવ તેમ તે વધુ મોટી જાય છે.
અન્ય સમાચારો પણ છે...