વેરાવળ: લાંચમાં પકડાયેલા ચીફ ઓફીસરની તરફેણમાં વેરાવળનાં અગ્રણીઓ મેદાને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ: વેરાવળ- પાટણ સંયુકત નગરપાલિકાના કલાસ-1 અધિકારી તિલક શાસ્ત્રીને બે દિવસ પૂર્વે એસીબીએ લાંચ લેવાના આરોપસર ઝડપી પાડયાની ઘટનાથી શહેરીજનોમાં આશ્ચર્યની સાથે રોષની લાગણી જન્મી છે. આ પ્રામાણીક અધિકારીનો શહેરના ગંદારાજકારણે ભોગ લીધો છે. ત્યારે આ ઘટનાની ખરાબ છાપ અહીં આવતા અધિકારીઓમાં પડશે અને અહીં કોઇ અધિકારી આવવા તૈયાર નહીં થાય તેવી ભિતી સેવાઇ રહી છે. ત્યારે આજે જિલ્લા કલેકટરને શહેરનાં પ્રબુધ્ધ નાગરીકો, એસો.દ્વારા રેલી કાઢી લાંચ પ્રકરણમાં અધિકારીને ખોટી રીતે ફસાવી દીધાની ઘટનાની ન્યાયીક અને તટસ્થ તપાસની માંગણી કરતું આવેદનપત્ર પાઠવેલ છે.
Paragraph Filter
- લાંચમાં પકડાયેલા ચીફ ઓફીસરની તરફેણમાં વેરાવળનાં અગ્રણીઓ મેદાને
- લાંચ પ્રકરણની તટસ્થ તપાસ કરવા શહેરીજનોએ રોષપૂર્ણ રેલી કાઢી આવેદન આપ્યું
- આ ઘટનાની અસર શહેરનાં વિકાસ પર થશે : બુદ્ધિજીવો
આજે બપોરે બાર વાગ્યે શહેરના પ્રબુધ્ધ નાગરીકોમાં વિક્રમભાઇ તન્ના, ફોફંડી, ભગવાનભાઇ બારડ, તુલસી ગોહેલ, રાકેશ દેવાણી, મુકેશ બિહારી શાહ, બાર એસો.ના રીતેશ પંડયા, બાદલભાઇ હુંબલ, જેસા રામ, જગદીશ ફોફંડી, અનવરભાઇ બ્લોચ, જયેશ પંડયા, મુકેશ ચોલેરા, ભગાભાઇ સોલંકી, ધીરૂભાઇ જોશી સહિત સામાજીક સંસ્થાઓ, યુવક મંડળોના હોદેદારો- સભ્યો અને શહેરીજનો મોટી સંખ્યામાં ટાવરચોકમાં એકત્ર થઇ રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી અધિક કલેકટરને એકસોથી વધુ લોકોની સહીવાળુ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, ચીફ ઓફિસર તિલક શાસ્ત્રીની વેરાવળ પાલિકામાં ગત નવેમ્બર માસમાં નિમણુંક થયા બાદ સાત મહિનાથી પાલિકામાં પારદર્શક રીતે કામગીરી બજાવી રહેલ હતા તેમનાં રપ વર્ષનાં વિવિધ નગરપાલિકાઓના અનુભવો સાથે સરકારી વહિવટી સુઝબુઝના કારણે ઇગર્વન્સ ક્ષેત્રે રાજયકક્ષાનો એવોર્ડ માત્ર તેમને એકને જ મળ્યો છે. તેમજ તેઓને ઇગર્વન્સના લેકચર માટે વિદેશોમાંથી આમંત્રિત કરવામાં આવેલ હતા. તેઓએ ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળ્યા બાદ પાલિકાના કથડેલા વહીવટને સુધારવા લીધેલ પગલાનાં લીધે પાલિકાની અર્થવ્યવસ્થા સાથે વિકાસશીલ કામોમાં આમુલ પરિવર્તન જોવા મળતું હતું.
જે અમુક ચોક્કસ વ્યકિતઓના સમુહને નુકશાનકર્તા હોવાની સાથે તેઓની કાર્યપધ્ધતિ તેવા વ્યકિતઓને પસંદ ન પડતી હોવાના કારણે તેમની સામે ચોક્કસ વ્યકિતઓએ ષડયંત્રનું કાવતરૂ રચી ખોટા લોકોને ઉભા કરી શાસ્ત્રી સામે એસીબીની ટ્રેપ ઉભી કરી તેમને ફસાવવામાં આવેલ છે. આ ઘટનાથી શહેરની બુધ્ધીજીવી પ્રજા આક્રોશ સાથે વિરોધ દર્શાવી રહેલ છે. ઉલ્લેખનીય એ છે કે, ચીફ ઓફીસરની કામગીરીને ધ્યાને લઈ દરેક પક્ષ, નાગરીકો અને સંસ્થાઓ સૌ સાથે મળી લાંચ કેચની તટસ્થ તપાસ થાય તેવું ઈચ્છી રહ્યાં છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો અને વાંચો ખ્યમંત્રી આનંદીબેનને પણ કરાઈ રજૂઆત...
અન્ય સમાચારો પણ છે...