તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ મેડીકલ કોલેજમાં મેડીકલ, પેરામેડીકલ પ્રવેશ ઓનલાઇન અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢની જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે ઓનલાઇન મેડીકલ,પેરા મેડીકલ પ્રવેશ માટેના હેલ્પ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. મેડીકલ કોલેજના ડીન ડો. એસ.પી. રાઠોડ દ્વારા ઉદઘાટીત આ હેલ્પ સેન્ટરથી હવે વિદ્યાર્થીઓને એડમીશન માટે બી.જે. મેડીકલ કોલેજ, સિવીલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ સુધી જવું નહિ પડે.

આ હેલ્પ સેન્ટર સરકારના નિયમ પ્રમાણે કાર્યરત રહેશે. સેન્ટરના નોડલ ઓફિસર તરીકે મેડીકલ કોલેજના ડીન  ડો. એસ.પી.રાઠોડે, પ્રોફેસર એન્ડ હેડ ફોરેન્સીક વિભાગના ડો. પી.સી.વાઘેલાની નિયુકતી કરી છે. તેની ટીમમાં 15 ડોકટરોનો સમાવેશ થાય છે. દરેક ડોકટરો પ્રવેશ પ્રક્રિયાને વધુને વધુ સરળ રીતે લાગુ પડે તે રીતે પોતાની સેવા બજાવી રહ્યા છે. જૂનાગઢ તથા આજુબાજુના તાલુકાઓના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...