તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારીથી વિસાવદરનાં જંગલમાં બે સિંહણનાં થયા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરઃ વિસાવદરનાં રાજપરા જંગલ વિસ્તારમાં રવિવારે બે સિંહણોનાં મોત નિપજ્યા હતા.એક સિંહણ પાંચ વર્ષની જેને ફેફેસાની બીમારીથી મોત થયાનું વનવિભાગ ગાણુ ગાય છે.બીજી 11 વર્ષની સિંહણનું ઉમરને કારણે મોત થયાનું જાહેર કરે છે ,પરંતુ ફેફસાની બીમારીથી કણસતી યુવા સિંહણનું મોત થયું ત્યાં સુધી વનવિભાગને તે સિંહણ નજરે ન ચડી અને તેનું મોત થયું તેની જાણ પણ માલધારીએ વનવિભાગને કરી તે વનવિભાગ માટે શરમજનક ઘટના છે.
મૃત્યુ સુધી વન વિભાગને સિંહણની બીમારી ધ્યાને ન આવી
ગીર પશ્ચિમનાં ડીસીએફ પ્રદિપ સીંગે જણાવ્યું હતું કે ,વિસાવદરનાં રાજપરા રાઉન્ડની કાગમાળ બીટમાં 11 વર્ષની સિંહણનું ઉમરને કારણે મૃત્યુ થયું છે. જ્યારે એક પાંચ વર્ષની યુવા સિંહણનું ઢાંઢા બોર્ડર નજીક ફેફસાની બીમારીથી મોત થયું છે. જેની જાણ વનવિભાગને માલધારીએ કરી હતી. પાંચ વર્ષની યુવા સિંહણ છેલ્લા ઘણા સમયથી બીમારીથી કણસતી હતી. વનવિભાગનાં કર્મીઓ રેકર્ડ પર જ ફેરણું બતાવે છે. તે મુજબ ફેરણુ કર્યુ હોત તો આ સિંહણ નજરે ચડી હોત અને તેની સારવાર કરી હોત તો આ સિંહણ મોતને ન ભેટી હોત.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો