તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમી એકતાનું અનોખુ ઉદાહરણ: પુનમનાં દિવસે હિન્દુ-મુસ્લિમ એક પંગતે જમે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગામમાં 25 જેટલા દલિત અને 12 મુસ્લિમનાં ઘર છે)
 
જૂનાગઢ: હાલનાં સાંપ્રત સમયમાં પણ કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડતુ માણાવદર તાલુકાનું મરમઠ ગામ. ગામમાં 50 જેટલા દલિત અને 12 જેટલા ઘર મુસ્લીમનાં છે અન્ય સર્વણનાં મકાન છે. ગામમાં કોમી એકતાની વર્ષો જુની પરંપરા છે. આ એકતા આજે પણ ટકી રહી છે.હોળી બાદ પુનમનાં દિવસે વાછરા દાદાનાં મંદિરે સમગ્ર ગામ એકત્ર થાય છે. એક પંગતે જમે છે.
 
વાછરા દાદાનાં મંદિરે સાથે ભોજન લે છે
 
ગામનાં હિન્દુ- મુસ્લીમ બહેનો અને ભાઇઓ પુનમનાં દિવસે વાછરા દાદાનાં મંદિરે સાથે ભોજન લે છે. વર્ષો જુની પરંપરા આજે પણ કાયમ રાખી છે. એટલું નહી માણાવદરનાં નવાબે  વાછરા દાદાનાં મંદિરનાં દિવેલ(ધુપ-દીપ) માટે ગામમાં 10 વિઘા જમીન દાનમાં આપી હતી.આ 10 વિદ્યા જમીન હાલ પણ દિવેલીયા તરીકે ઓળખાઇ છે. આ જમીન ઉપરાંત 20 વિદ્યા જમીન સદાવતીયા તરીકે ઓળખાઇ છે. આ જમીનમાં ધાસ ચારો ઉગાડવામાં આવતો હતો. અને ગામની રખડી ગાયોને આપવામાં આવતો હતો. ગામમાં પાદરે ગાયોને સદાવતીયામાંથી ઘાસ આપવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો