• Gujarati News
  • Manavadar 6 Inches Of Rain In 24 Hours, Pipalana Village Was Alert Latest News

માણાવદરમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ, પીપલાણા ગામને એલર્ટ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદર, ભેંસાણ:માણાવદરમાં રવિવારનાં બપોરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયેલ અને 24 કલાકમાં 6 ઇંચ જેવું પાણી વરસી જતાં બસ સ્ટેશન પાછળ, લાયન સ્કૂલ, રતનપરા શેરી, સ્ટેશન પ્લોટ, રસાલા, બાલશરા શેરી, મોચી ગલી સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે વંથલીનાં ઓઝત જળાશયમાં 12 દરવાજા ખોલવામાં આવતા પીપલાણા ગામને એલર્ટ કરાયું હતું. રસાલા ડેમ ઓવરફલો થતાં તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

ભેંસાણ : ભેંસાણ પંથકમાં મેઘરાજાએ બે દિવસમાં આઠ ઇંચ પાણી વરસાવી દીધું હતું. જ્યારે સાંકરોળી ડેમ છલકાઇ ગયો હતો. પંથકમાં રવિવારનાં સાંજે 6 વાગ્યાથી મેઘાએ આગમન કરી આજે સવારનાં 6 સુધીમાં 6 ઇંચ પાણી વરસાવ્યા બાદ આખા દિવસ દરમિયાન ઝરમર-ઝરમર2 ઇંચ પડી જતાં 8 ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો.