તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલા: ઉમરેઠીમાં બાઇક સવાર પર સિંહણ ત્રાટકી, યુવાન ઇજાગ્રસ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(યુવાન સારવારમાં.)
 
તાલાલા:તાલાલા તાલુકાનાં ઘુંસીયા ગામનો યુવાન તેમનાં મીત્ર સાથે આકાળા ગામેથી ઘુંસીયા આવતો હતો ત્યારે લોકોએ પજવેલી સિંહણ રોડ ઉપર આવી ગયેલ અને બાઇકમાં પાછળ બેસેલ યુવાનનો પગ પકડી લઇ જતી હતી સાથે રહેલા શખ્સે પથ્થરો મારતા યુવાનનો છુટકારો થયો હતો. સિંહણના દાંતથી યુવાનને ઇજા થતા પ્રથમ તાલાલા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરેલ. ઘુંસીયા ગામનો યુવાન અજયભાઇ નારણભાઇ રીફર કરેલ.
 
પથ્થરો મારતા સિંહણ યુવાનનો પગ છોડી ભાગી 
 
ઘુંસીયા ગામનો યુવાન અજયભાઇ નારણભાઇ જોટવા (ઉ.વ.22) તેમનાં મિત્ર સાથે આકાળા ગામેથી બાઇક પર આવતો હતો ત્યારે ઉમરેઠી ગામનાં પાદરમાં બાપા સીતારામની  મઢુલી પાસે બે બચ્ચાવાળી  સિંહણને જોઇ રહેલા લોકોએ ખીજવી હોય વીફરેલી સિંહણ રોડ ઉપર આવતા યુવાને બાઇક ઉભી રાખતા જ સિંહણે દોટ મુકી યુવાનનો પગ મોઢામાં લઇ યુવાનને બાઇક ઉપરથી પછાડી ખેંચી જવા લાગેલ સાથે રહેલા મિત્રએ સિંહણને પથ્થરો મારતા સિંહણ યુવાનનો પગ છોડી ભાગી ગયેલ. સિંહણનાં દાંટ યુવાનનાં પગમાં બેસી જતં ગંભીર ઇજા પામેલ તેને તાલાલા  હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવેલ. ઘટનાની જાણ થતાં તાલાલા રેન્જનાં વનઅધિકારી હોસ્પિટલે દોડી ગયા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો