ગામની સીમમાં મજૂરોએ રાત્રીનાં સમયે ધાબળા ઓઢીને ન સુવું : વન વિભાગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢ,ગિર-સોમનાથ,અમરેલી જિલ્લામાં સિંહ,દીપડાનાં માનવ પર હૂમલા વધી રહ્યા છે.તેમા પણ ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા મજૂરી પર વધુ હૂમલા થઇ રહ્યા છે.સિંહ અને દીપડાનાં હૂમાલથી મહદઅંશે બચી શકાય તે માટે વન વિભાગે કેટલીક સુચનાઓ જાહેર કરી છે.
જૂનાગઢ, ગિર-સોમનાથ, અમરેલી જિલ્લામાં સિંહ, દીપડાનાં વધી રહેલા હૂમલાને લઇ તંત્રએ કરી તાકીદ

ખાસ કરીને રાત્રીનાં સમયે બહાર ધાબળા ઓઢીને ન સુવા તાકીદ કરી છે. લોકો પરનાં સમભવિત હૂમલાઓને ખાળી શકાય તે માટે ગીર પશ્વિમ વિભાગનાં નાયબ વન સંરક્ષકએ તકેદારીનાં ભાગરૂપે સુચાનાઓ જાહેર કરી છે.
મજુરોએ શું ન કરવું જોઇએ ?

રાત્રે સીમમાં ખુલ્લા વિસ્તારોમાં સુવાનું ટાળવું. મજુરોના દંગા કે પડાવની જગ્યાએ મરઘા,બકરા કુતરા, પાળવા નહિ તુમજ વધેલો માંસાહારી ખોરાક નજીકમાં આજુ બાજુ નાંખવો નહીં. સિંહોની અવર જવર વાળા વિસ્તારો નજીક રસ્તામાં પડાવ નાંખવો નહીં. પડાવ છુટા છુટાના બદલે સમુહમાં રાખવા આ ઉપરાંત સવારે અને સાંજે બાળકોને એકલા રાખવા નહીં. ખુલ્લામાં શૈાચ કરવાનું ટાળવું તેમજ એકલ દોકલ વ્યકિતએ અવર જવર કરવી નહીં. મારણ પરના સિંહને ખલેલ પહોંચાડવી નહીં. બચ્ચા સાથે સિંહણ જોવા મળે તો તેની નજીક જવું નહીં તેમજ તેની ખલેલ પહોંચાડવી નહીં. રાત્રીના સમયે ધાબળાનો ઉપયોગ કરવો નહિ.
મજુરોએ શું કરવુ જોઇએ ?

શકય હોય ત્યાં સુધી મજુરોના દંગા ગામની નજીક સલામત જગ્યાએ રાખવા,દંગા ફરતે અસરકારક તારની બનાવવી,રાત્રી દરમ્યાન લાઇટની વ્યવસ્થા કરવી જો તે શકય ન હોય તાપણું કરવું. દંગામાં મજુરોએ બારણું બંધ કરીને સુવું તેમજ પાલતું પ્રાણીઓ હોય તો સુરક્ષિત વાડામાં રાખવા તેમજ રાત્રે સુતી વખતે ટોર્ચ કે લાકડી જેવી વસ્તુ સાથે રાખીને સુવુ જોઇએ. વારા ફરતી ચોકી પહેરો કરવાની ગોઠવણ કરવી તેમજ માસાહારી ખોરાક હોય તો ડબ્બામાં બંધ કરીને રાખવો. શેરડી કાપવાની કામગીરી પહેલા હાકલા પડકારા કરી સિંહ કે દીપડાની હાજરીની ખાતરી કરી લેવી.પાણી માટી વન્ય જીવો માનવ વસતી નજીક ન આવી જાય તે માટે વન વિસ્તારના પાણીના સ્ત્રોતનું જતન કરવું. જો સિંહ કે દીપડો માનવ વસતી નજીક જોવા મળે તો વન વિભાગને જાણ કરવી.
અન્ય સમાચારો પણ છે...