તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરઃ કાલાવડ ગામે દીપડાનો યુવાન પર હુમલો, લોકોમાં ભારે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરઃ વિસાવદરનાં કાલાવડ ગામે બુધવારનાં મોડી રાત્રીનાં ખેતીકામ કરતા યુવાન પર અચાનક દીપડાએ હુમલો કરેલ સારવારમાં વિસાવદર લઇ આવેલ. પગમાં સમાન્ય ઇજા થયેલ હતી. વન વિભાગે પાંજરૂ મુકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે. બીજી તરફ જૂનાગઢ નજીકનાં ચોરવાડી ગામે બે દિવસમાં ત્રણ સિંહે ચાર વાછરડી અને બે બળદનાં મારણ કરતા ગામમાં ભયનો મહોલ ફેલાયો છે.તેમજ ગતરાત્રીનાં ગામની મેઇન બજારમાં ત્રણ સિંહે ગાયનું મારણ કર્યુ હતુ.
રેન્જનાં સિંહ-દીપડાની રંજાડ વધ્યો,દીપડાને પકડવા વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સિંહ-દીપડા જેવા હિંસક પ્રાણીઓનાં હુમલો તથા મારણ કરવાનાં બનાવોમાં દિન-પ્રતિદિન વધતા જઇ રહ્યા છે ત્યારે તાલુકાનાં કાલાવડ ગામનાં ભરતભાઇ ચાંદુનું ભાગ્યુ રાખાર દેવીપુજક રમેશભાઇ વેલજીભાઇ (ઉ.વ.35)ને ગતરાત્રીનાં ખેતરે પાણી વાળીને ઝુંપડીમાં સુતા હતા. અચાનક એક ખુંખાર દીપડાએ પગને મોઢામાં લઇ ઢસડવાની કોશિષ કરેલ. અચાનક આ હુમલો થતાં રમેશભાઇએ હિંમત દાખવીને બીજા પગથી દીપડાને પાટુ મારી અને રાડારાડી કરતા દીપડો ભાગી ગયેલ, ત્યારબાદ રમેશભાઇએ સબંધીને ફોન કરીને જાણ કરતા તેમણે વિસાવદર સરકારી હોસ્પીટલે સારવાર માટે લઇ જવાયો હતો. જયાં પગમાં સામાન્ય ઇજા હોવાથી પ્રાથમીક સારવાર આપીને ઇજા આપી દેવામાં આવેલ. આ બાબતે વન વિભાગને જાણ કરતા રાજપરા રાઉન્ડનાં ફોરેસ્ટર સીડાભાઇએ દર્દીની મુલાકાત લઇ સ્થળ પર તપાસ કરીને તે દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું છે.
પ્રથમ દિવસે ત્રણ અને બીજા દિવસે બે મારણ કર્યા છે
જૂનાગઢ જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સિંહ અને દીપડા દ્વારા પશુઓનાં શિકારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જૂનાગઢ નજીકનાં ચોરવાડી ગામે બે દિવસમાં પાંચ પશુઓનાં મારણ કરતા ફફડાટ ફેલાય ગયો છે. આ ઘટનાનાં પગલે રાઉન્ડ ફોરેસ્ટર પિઠિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. આ અંગે માજી સરપંચ મહેશભાઇ બલદાણિયાએ જણાવ્યું હતુ કે, ચોરવાડી ગામમાં બે દિવસથી ત્રણ સિંહે ધામા નાખ્યા છે.બે દિવસમાં ચાર વાછરડી અને બે બળદનાં મારણ કર્યા છે. તેમજ ગતરાત્રીનાં ગામની મેઇન બજારમાં જ ગાયનું મારણ કર્યુ છે. પ્રથમ દિવસે ત્રણ અને બીજા દિવસે બે મારણ કર્યા છે. બે દિવસમાં કુલ 5 મારણ કર્યા છે. અત્રે નોંધનીય એ છે કે, રાની પશુઓનો ત્રાસ વધતા હાલ ગામની અંદર રહેતા ખેડૂતો પણ રાત્રીનાં પોતાની વાડીએ પાણી વાળવા જઈ શકતા નથી અને સતત ભય હેઠળ જીવી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો