વેરાવળમાં ભેખડમાં દીપડાનું બચ્ચું ફસાતા મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ: વેરાવળનાં જાલેશ્વર મંદિર પાસેની દરિયાઇ ભેખડમાં ફસાઇ જવાથી દીપડાનાં બચ્ચાનું મોત નિપજયુ હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળનાં જાલેશ્વર મંદિર પાસેની ભેખડમાંથી એકથી બે વર્ષની ઉંમરનાં દીપડાનાં બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાનાં બચ્ચાનું ભેખડમાં ફસાઇ જવાથી મોત થયાનું વનતંત્રએ જણાવ્યુ હતું. મૃતદેહનું લક્કડધાર એનિમલ કેર ખાતે પીએમ કરાવી મૃતદેહનો નિકાલ કરાયો હતો.

 

 

અન્ય સમાચારો પણ છે...