તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનામાંથી દીપડી અને કોડીનારમાંથી એક દીપડો પાંજરે પુરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાઃ લોકજાગૃતિને પગલે ઊનામાં માનવ વસતીમાં ફરતી દીપડીને વનતંત્રે પાંજરે પુરી હતી. ઊના શહેરનાં દેલવાડા રોડ પર માનવવસતી ધરાવતા શ્રીનગર સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે દીપડીનાં આંટાફેરાથી લોકો ભયગ્રસ્ત બન્યાં હતાં. આ દીપડીએ જોધાભાઇ રાજાભાઇ નામનાં વ્યકિત પર હુમલો કરી ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં જાગૃત લોકોએ જશાધાર રેન્જ ઓફિસને જાણ કરતાં નવાબંદરનાં વીરાભાઇ ચાવડા, પી.કે.દમડીયા, વી.ટી.જાદવ સહિતનાં સ્ટાફે અહિંયા પાંજરા ગોઠવી દેતા બે દિવસની જહેમત બાદ દીપડી પાંજરે પુરાઇ જતાં જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ હતી.

કોડીનારનાં મુળદ્વારકામાંથી દીપડો પાંજરે પુરાયો

કોડીનારનાં મુળદ્વારકામાંથી દીપડો પાંજરે પુરાયો હતો. મુળદ્વારકામાં સિમેન્ટ કંપનીની જેટી વિસ્તારમાં દીપડાનાં આંટાફેરા જોવા મળતાં વનતંત્રને જાણ કરાતા અહિંયા મારણ સાથે પાંજરૂ ગોઠવી દેવામાં આવતાં સોમવારનાં રાત્રીનાં 6 વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પુરાઇ જતાં તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.
આગળ જુઓ, વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...