માળિયાહાટીનાનાં લાઠોદ્રામાં દીપડાએ 2 યુવાનને ઘાયલ કર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાઃ માળિયાહાટીનાનાં લાઠોદ્રામાં બુધવારે એક સાથે 3 દીપડા પાંજરે પુરાઇ ગયા બાદ પણ શુક્રવારે વધુ એક દીપડાએ બે યુવાનને ઘાયલ કરતાં લોકોમાં ગભરાટનો માહોલ પ્રસર્યો છે.
માળિયાનાં લાઠોદ્રા ગામે રહેતા ભગવાનભાઇ અરજણભાઇ ડોડીયાનો પુત્ર ચેતન (ઉ.વ.30) શુક્રવારે સવારે વાડીમાં કામ કરતો હતો ત્યારે ઢાળિયામાં છુપાયેલા દીપડાએ હુમલો કરી માથા, જમણા ખંભા અને હાથમાં ગંભીર ઇજા પહોંચાડતા જૂનાગઢ સારવારમાં ખસેડાયો હતો. આજ દીપડાએ ત્યાંથી નાસી છુટી બાજુનાં ખેતરમાં કામ કરતાં રાજન (ઉ.વ.22) પર હુમલો કરી માથા, હાથમાં ઇજા પહોંચાડતા તેને માળિયા હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. બંને યુવાન પિતરાઇ ભાઇ થાય છે. હજુ બે દિવસ પહેલા જ અહીંથી એક થી બે વર્ષની ઉમરનાં બે નર અને એક માદા દીપડો પાંજરે પુરાયા હતા ત્યારે તે જ સ્થળેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે.
અન્ય સમાચારો પણ છે...