તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં ટોળાનાં આતંક સામે વેપારીઓ લાલઘૂમ, વેપાર- ધંધા બંધનું એલાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદઃ કેશોદ શહેરમાં ગુરૂવારે દલિત સમાજની રેલી નિકળેલ અને ડે.કલેકટર કચેરીએ પહોંચી આવેદન આપી વિખેરાઇ ગઇ હતી. બાદમાં બપોરનાં એક વાગ્યા આસપાસ ટોળા દ્વારા માંગરોળ રોડ, કાપડ બજાર, આંબાવાડી વિસ્તારમાં જબરજસ્તી દુકાનો બંધ કરાવવા બળપ્રયોગ કરાતા વેપારીઓ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ, એસઆરપી જવાનોએ ટોળાને વિખેરવા પાંચ રાઉન્ડ ટીયરગેસનાં સેલ છોડવામાં આવતાં સમગ્ર શહેરમાં ભાગમભાગ – દોડધામ મચી ગઇ હતી. આ આતંકનાં વિરોધમાં વેપારી મહામંડળે તાકિદની બેઠક બોલાવી તા.21 અને 22 એમ બે દિવસ સુધી વેપારધંધા બંધ રાખી ગુનાહિત માનસ ધરાવતા તત્વોને ઝડપી પાડવા એલાન આપ્યું હતું.
ગુરૂવારે બપોરનાં અરસામાં જબરજસ્તી દુકાનો બંધ કરાવવા બળપ્રયોગ કરતા સર્જાયું ઘર્ષણ

ઊના પંથકનાં બનાવનાં વિરોધમાં કેશોદ અનુસુચિત જાતિ બૌધ્ધ સમાજની આગેવાનીમાં ગુરૂવારે ચોકથી પગપાળા રેલી કાઢી નાયબ કલેકટર કચેરીએ પહોંચી આવેદન આપ્યા બાદ રેલી વિખેરાઇ ગઇ હતી. બાદમાં બપોરનાં 1 વાગ્યા આસપાસ ટોળા દ્વારા માંગરોળ રોડ, કાપડબજાર, આંબાવાડી વિસ્તારમાં જબરજસ્તી દુકાનો બંધ કરાવવા બળપ્રયોગ કરાતા વેપારીઓ અને ટોળા વચ્ચે ઘર્ષણ શરૂ થતાં બંદોબસ્તમાં રહેલ પોલીસ તથા એસઆરપી જવાનો દ્વારા ટોળાને વિખેરવા પાંચ રાઉન્ડ ટીયરગેસનાં સેલ છોડવામાં આવતા સમગ્ર શહેરમાં નાસભાગ – દોડધામ મચી ગઇ હતી.
પોલીસ – એસઆરપીએ ટોળાને વિખેરવા પાંચ રાઉન્ડ ટીયરગેસનાં સેલ છોડયા

આ આતંકનાં વિરોધમાં વેપારી મંડળની તાકિદે બેઠક બોલાવી તા.21 અને 22 એમ બે દિવસ સુધી તમામ વેપાર -ધંધા બંધ રાખી ગુનાહિત માનસ ધરાવતા તત્વોને ઝડપી પાડવા એલાન આપ્યું હતું. વેપારી આગેવાનોએ મુખ્ય માર્ગો પર જઇ ખુલ્લી રહેલી બજાર બંધ કરાવી વિરોધ વ્યકત કર્યો હતો. બુધવારે ત્રણ દુકાનોમાં તોડફોડ થયા બાદ ગુરૂવારે ટોળાએ ફરીથી પાંચ દુકાનોમાં અને એક ચાની લારીમાં તોડફોડ કરાતા આ આતંક સામે વેપારીઓ લડાયક મુડમાં આવી જતાં તેમનાં નિર્ણયને આવકારી શહેરીજનોનાં ટોળા પણ રસ્તા પર ઉતરી પડયા હતાં.

શહેરમાં છુટાછવાયા તોડફોડ, ઝપાઝપીનાં પણ બનાવો બે દિવસથી બનતા લોકોનો રોષ ગુરૂવારે રસ્તા પર ઉતરી પડયો હતો. વેપારી મહામંડળનાં પ્રમુખ નારણભાઇ લાડાણી, મંત્રી કૈલાશભાઇ સાવલીયા, રાજુભાઇ બોદર સહિતનાં આગેવાનોએ તોફાની તત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બે દિવસથી એસપી નિલેશ જાંજરીયાની રાહબરી હેઠળ 2 ડીવાયએસપી, 3 પીઆઇ, 9 પીએસઆઇ, 90 પોલીસકર્મી, 90 એસઆરપી જવાન તૈનાત કરવામાં આવ્યા હોય શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ગુરૂવારે બનેલા બનાવમાં નવવધુ સાડી, મયુર લાઇટહાઉસ, પાયલ ઓટો, વાણંદની દુકાન, ચાની કેબીનમાં તોડફોડ કરતાં ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. શહેરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ તથા મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
તાલાલા બંધ દરમિયાન પથ્થરમારો થતાં વેપારી આલમમાં ભારે રોષ
તાલાલા શહેર આજ સવારથી સંપૂર્ણ બંધ રહેલ દલીત સમાજનાં લોકો શાકમાર્કેટ પાસે સવારે ડો.આંબેડકરની પ્રતિમા પાસે અકઠા થયેલ રોડ ઉપર બેસી જઇ વાહન વ્યવહાર ઠપ્પ કરતાં પોલીસે વાહનો અન્ય માર્ગ ઉપર ડાઇવર્ટ કરાવેલ બાદ સરકાર પટેલ ચોક અનેગીરીનામાચોક સુધી દલીત સમાજની રેલી, ફરેલ આગેવાનોએ મોટી સમઢીયાળાની ઘટનાને વખોડી દલીત પરીવાર ઉપર થયેલ અત્યાચાર સામે ન્યાયની માંગણી કરેલ રેલીમાંથી અમુક યુવાનોનું ટોલું ગુંદરણ રોડ ઉપર આવેલ બ્યુટી પાર્લર ખુલ્લુ જોતા પથ્થરમારો કરેલ અને કાચ તોડી નાખેલ સરદારચોકમાં પણ ટોળામાંથી અમુક તત્વોએ પથ્થરમારો કરી એક હોસ્પિટલનાં કાચ ફોડેલ અને તાલાલાનાં સીનીયર એડવોકેટ અને નોટરી જે.એન.પટેલએ દિવાબતી કરવા ઓફિસનું અડધું શટર ખોલ્યું હોય ત્યાં પથ્થરમારો કરેલ ગુંદરવા રોડ ઉપર એક દધ ભરેલા ટેમ્પાનાં કાચ ફોડી નાખેલ આ ઉપરાંત પણ પથ્થરમારાની ઘટના બનતા લોકોમાં ભારે નારાજગી પ્રસરી ગઇ હતી.

બંધ દરમિયાન અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે ત્રણ પીએસઆઇ ચાલીસ પોલીસ કર્મી, પાંચ એસઆરપી જવાનો સતત પેટ્રોલીંગ કરતા રહેલ તાલાલા શહેરનાં આગેવાનો પણ દલીત સમાજનાં આગેવાનો સાથે સતત સંપર્કમાં રહી શાંતિપૂર્ણ કાર્યક્રમ પુરો થાય તે માટે દોડધામ કરતા હતા. છતાં ટોળામાંથી અમુક તત્વોએ પથ્થરમારો કરતા તાલાલા પંથકનાં દલીત સમાજનાં બુદ્ધીજીવી આગેવાનો અને અન્ય સમાજનાં આગેવાનોએ ખચકાટ અનુભવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો