કેશોદમાં સોની વેપારીનું રૂ. 10 લાખનું સોનુ ગાળવા માટે લઇ જઈ કારીગર ગાયબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ: કેશોદમાં સોની વેપારીનું  10 લાખનું સોનુ લઇ કારીગર રફુચકકર  થઇ જતાં વેપારીઓમાં  ગભરાટનો માહોલ પ્રસરી ગયો છે. સોની વેપારીએ સોનુ ગાળવાની દુકાન ધરાવતા કારીગરને  350 ગ્રામ 230 મીલી સોનુ રીફાઇન કરવા માટે આપ્યું હતું. 

કેશોદ શહેરનાં સુતારવાવ ચોક વિસ્તારમાં  રાજમોતી એપાર્ટમેન્ટમાં  સોની કામ કરતાં વેપારી સદાશિવભાઇ  કુંડલીક કોલીએ સોનુ ગાળવાની દુકાન ધરાવતા રાકેશ સોની મારવાડાને  અંદાજે 10 લાખની કિંમતનું 350 ગ્રામ 230 મીલી સોનુ રીફાઇન કરવા આપ્યું હતું. આ સોનુ રાકેશે લઇ જઇને 10 મીનીટમાં પૈસા આપવાનું કહીને સોનુ લઇને રફુચક્કર બની ગયો હતો.
 
રાકેશે એકાદ અઠવાડીયા પહેલા શિવશકિત નામની  સોનુ ગાળવાની દુકાન શરૂ કરેલી હતી અને અગાઉ સદાશિવભાઇ  પાસેથી રીફાઇન્ડ સોનુ લઇ જઇ પૈસા ચુકવી આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો. આમ વેપારીનો  વિશ્વાસ સંપાદિત કરીને  કારીગર માતબર કિંમતનું  સોનુ લઇને પલાયન બની જતાં સોની વેપારી આલમમાં પણ ગભરાટનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. પોલીસે સીસીટીવી ફુટેજ અને આરોપીનાં  મોબાઇલ નંબરનાં આધારે તેને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. 
અન્ય સમાચારો પણ છે...