તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર પાસે કંકુવાળું પાણી રાખવાથી શ્વાન કે અન્ય પશુ ઘર પાસે શૌચક્રિયા નથી કરતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: ચોમાસાની શરૂઅાત થતા શેરી ગલીઓમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઇ જતું હોય છે. વરસાદ દરમિયાન શેરી ગલીઓમાં રખડતા પશુઓ તેમજ કુતરાઓ શૌચક્રિયા કરતા હોવાથી ગંદકી ફેલાતી હોય છે. જોકે આ ગંદકી સાફ કરવા ખામધ્રોળરોડ અને જોષીપરાના કેટલાક વિસ્તારોમાં શેરીઓમાં ઘરની આસપાસ લોકોએ કંકુવાળું લાલ પાણી ભરેલી બોટલો રાખવાનું શરૂ કરી દીધું છે.
 
લોકોની એવી માન્યતા છે કે આ પાણી રાખવાના કારણે શ્વાન કે પછી અન્ય પ્રાણીઓ શૌચક્રિયા કરતા નથી. આ અંગે દિવ્ય ભાસ્કરની ટીમે રૂબરૂ તપાસ કરી હતી અને ખરેખર હકિકત શું છે તે અંગે જાણકારી મેળવી હતી. આ વિસ્તારમાં ઘરના મુખ્ય દ્વારા પાસે લાલ પાણીની બોટલો જ જોવા મળી હતી.આ અંગે કેટલાક લોકોનું કહેવું છે કે લાલપાણી મુકવાને  કારણે શ્વાને ઘરની આસપાસ શૌચક્રિયા બંધ થઇ ગઇ છે. જોકે કેટલાક લોકોઅે માત્ર ગાડરીયા પ્રવાહની જેમ જાણ્યા વિના મુકી દીધા છે અને તેનાથી કોઇ ફરક  ન પડતો નથી તેમ જણાવ્યું હતું. 
 
પાણીથી પ્રાણીઓ કોઇ પ્રતિક્રિયા કરતા નથી
 
આ અંગે વેટરનરી કોલેજના પ્રોફેસર અને તબીબ ડો.ભાવેશ જાવીયાએ જણાવ્યું હતું કે લાલ પાણી રાખવાથી પ્રાણીઓ દુર થઇ જાય તે વાતને વૈજ્ઞાનિક સર્મથન આપતું નથી. લોકોમાં માત્ર અંધવિશ્વાસ કહી શકાય. 
 
વધુ તસવીરો માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
 
અન્ય સમાચારો પણ છે...