તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનૈયા આજે સમઢિયાળા આવશે, રોહિત વેમુલ્લાનાં પરિવારજનો પણ જોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાઃ ઉના તાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દેશ આખાનાં રાજનેતાઓ આવી ગયા બાદ હવે જેમનાંં પર જેએનયુમાં દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ છે એ કનૈયાકુમાર આવતીકાલે મોટાસમઢીયાળા આવી પીડીત પરીવારની મુલાકાત લેશે. તેની સાથે હૈદરાબાદમાં આત્મવિલોપન કરનાર વિદ્યાર્થી રોહિત વેમુલ્લાનાં પરિવારજનો પણ મોટા સમઢીયાળા આવનાર છે.

આ અંગેની વિગતો આપતા અમદાવાદનાં દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે કનૈયા કુમાર અને રોહિત વેમુલ્લાનાં પરિવારજનો મોટા સમઢીયાળા આવશે અને પીડીત પરિવારને મળશે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી કોર કમિટીની બેઠક મળી હતી અને 15 ઓગસ્ટે નિકળનાર રેલીને હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. આથી હવે અમારે કયા કાર્યક્રમો કરવા તેની ચર્ચા થઇ રહી છે અને હવે આગામી કાર્યક્રમની રૂપરેખા ઘડાશે. અત્રે નોંધનીય છે કે, કનૈયા કુમાર સામે અગાઉ દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિ.નાં કેમ્પસમાં દેશ વિરોધી નારા લગાવવાનો તેમજ આતંકવાદી અફઝલ ગુરૂની તરફેણમાં નારા લગાવવાનો આરોપ હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો