જૂનાગઢ જિલ્લામાંથી 23 જુગારી ઝબ્બે, 61,290નો મુદ્દામાલ કબજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: વિસાવદરનાં નાની મોણપરી, વંથલીનાં નરેડી, શિલનાં દરસાલી, બગસરામાં પોલીસે રેઇડ કરી 23 જુગારીઓને ઝડપી લીધા હતા.
 
આ અંગેની મળતી વિગત મુજબ વિસાવદરનાં નાની મોણપરી ગામની સીમમાંથી મથુર વાલજી રાખોલીયા, જયસુખ ધરમશી રાખોલીયા, મહેશ ભુપત હુંબલ, જીજ્ઞેશ પ્રવિણ રાખોલીયા, ચાંપરડાનાં રતિ મેઘા ચારોલીયા, વિરપુર શેખવાનાં કડવા ભીખા ચિરોયા, દાદરનાં વજુ બચુ હિરપરા, બરડીયાનાં ભરત ભીખા મકવાણા, વિસાવદરનાં દિવ્યકાંત જેરામ જોષીને 22990, વંથલીનાં નરેડી ગામે વૈભવ મશરી વદરનાં મકાનમાં રેઇડ કરી વૈભવ, માલદે મેણંદ વદર, જયેશ નથુ વદર, ગોવિંદ આલા પરમાર, નરસી બધા સીંગલ, સંજય નારણ સીંગલને 25600, શિલ તાબેનાં દરશાલીમાંથી દિવ્યેશ જીવા ચુડાસમા, જીતેન્દ્ર મનજી અભાણી, સંજય મેરગ જાદવ, હરેશ જેઠા પરમાર, પ્રતાપ જીવા કરગઠીયા, ધર્મેશ મનસુખ ગોસ્વામીને 7000 અને બગસરામાંથી દેવા હાજા ઓડેદરા, વાના ભીમા ઓડેદરાને 5700નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
 
જયારે ભરત ભીમા ઓડેદરા, ભરત વિકમ ટીંબા, મુળુ વિરમ ગોરેસરા નાસી ગયા હતા. પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ જુગારધારા અંતર્ગત કાર્યવાહીકરી હતી.
અન્ય સમાચારો પણ છે...