જૂનાગઢનાં 1500 શિક્ષકો પુરગ્રસ્તો માટે એક દિવસનો પગાર આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: રાજયની ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકોએ વિવિધ પડતર પ્રશ્ને આંદોલનનાં  શરૂ કર્યુ હતું. સરકારે સાતમાં પગાર પંચ આપવાની જાહેરાત કરી છે.પરંતુ અન્ય માંગણીને લઇ નર્મદા રથ, ખેલ મહાકુંભ સહિતનાં સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.હાલ રાજયમાં પુર હોનારતની સ્થિતીનું નિર્માણ થયું છે. જેના પગલે શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ આંદલન મોકૂફ કર્યુ છે.  આ અંગે જૂનાગઢ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતીનાં  જે.એન. ભાલોડિયા, નિલેશભાઇ સોનારાએ જણાવ્યું હતું કે,રાજયનાં હોદેદારોની મુખ્યમંત્રી સાથે મીટીંગ મળી હતી.
 
જેમાં હાલ રાજયમાં પુરની સ્થિતીને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને હાલ પુરતુ આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેલમહાકુંભ સહિતનાં કાર્યક્રમો બહિષ્કારનો નિર્ણય કર્યો હતો તે રદ કરવામાં આવે છે. એટલુ જ નહી જૂનાગઢ જિલ્લાનાં 1500 શિક્ષકો અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપશે. હાલ આંદોલન સ્થગીત કરવામાં આવ્યું છે. 
અન્ય સમાચારો પણ છે...